Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાની 5 કંપનીના હેડક્વાર્ટર ગુજરાતમાં ખસેડ્યા

છેલ્લા પાંચ વર્ષમાં ચાર ટેલિકોમ અને એક ઈન્વેસ્ટમેન્ટ આર્મ સહિત પાંચ સહાયક કંપનીઓનું કંપનીઓનુંગુજરાત ખાતે રજીસ્ટર્ડ કાર્યાલય ખસેડ્યા

 

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા પાંચ વર્ષમાં ચાર ટેલિકોમ અને એક ઈન્વેસ્ટમેન્ટ આર્મ સહિત પાંચ સહાયક કંપનીઓનું અમદાવાદ, ગુજરાત ખાતે રજીસ્ટર્ડ કાર્યાલય ખસેડ્યા છે. ચાર ટેલિકોમ સબસિડિયરી કંપનીમાં રિલાયન્સ જિયો મેસેજિંગ સર્વિસિસ લિ., રિલાયન્સ જિયો ઈન્ફ્રાટેલ પ્રાઈવેટ લિ., રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિ. અને રિલાયન્સ જિયો ડિજિટલ સર્વિસિસ લિ.નો સમાવેશ થાય છે.

  સિવાય તેના ઈન્વેસ્ટમેન્ટ આર્મ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંદ્સ લિ. (RIIHL), જે રિલાયન્સના વિવિધ વ્યાવસાયિક ઉપક્રમોમાં રોકાણ માટે એક વાહનના રૂપમાં કાર્ય કરે છે, તેને ગુજરાતમાં ખસેડવામાં આવી છે. અગાઉ દરેક કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે હતી.

  રિલાયન્સના સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતમાં રિલાયન્સનો પાયો નંખાયો હતો. હવે ગુજરાતને ઋણ અદા કરવાનો સમય છે. તેથી અમે અમારી રજિસ્ટર્ડ ઓફિસ ગુજરાતમાં ખસેડી રહ્યા છીએ. મુંબઈમાં સામેલ કંપનીઓના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને એક પરિવર્તન પહેલા નિષ્પાદિત કરવામાં આવી ચૂક્યા છે.

  મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું મૂળ ગુજરાતમાં છે. અગાઉ અન્ય કંપનીઓના હેડક્વાર્ટર પણ ગુજરાતમાં હતા. પરંતુ લાંબા સમયથી ગુજરાતથી કોઈ નવી કંપની લોન્ચ થઈ નથી. વર્ષ પહેલા, રિલાયન્સ અને તેના RIIHL સહિતના એકમો વિવિધ ઉપક્રમોનું અધિગ્રહણ કરી રહી છે

   રિલાયન્સની સત્તાવાર વેબસાઈટ અનુસાર, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિ અને રિલાયન્સ રિટેલ લિના વિસ્તરણ પરિચાલન માટે કંપનીએ વર્ષમાં 30થી વધુ ઉપક્રમો સાથે ભાગીદારી કરી છે.

(10:15 pm IST)