Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

છેલ્લા 5 મહિના બાદ ફરી મોબાઇલ વોલેટ ટ્રાન્ઝેક્શન વધ્યુ: માર્ચમાં 12 ટકાની વૃદ્ધિ

માર્ચમાં 38.48 કરોડ ટ્રાન્ઝેક્શનમાં 15,990 કરોડની ઓનલાઇન લેવડ-દેવડ

નવી દિલ્હી : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ વિતેલા 5 મહિનામાં પ્રથમવાર મોબાઈલ વોલેટ બેઝ્ડ ટ્રાન્ઝેક્શન વધ્યું છે અને માર્ચમાં 38.48 કરોડ ટ્રાન્ઝેક્શનમાં રૂ.15,990 કરોડની ઓનલાઇન લેવડ-દેવડ થઇ છે છે જે માસિક તુલનાએ 12 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જે ફેબ્રુઆરીમાં 345.03 મિલિયનની સરખામણીએ 14,279 કરોડ હતા. આ વૃદ્ધિનું કારણ પૂરા થતા નાણાકીય વર્ષના અંતે લોકો દ્રારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનમાં ઈ-વોલેટનો વધુ ઉપયોગ કરાયો હોવાનું મનાય છે.

દર વર્ષે 30 ટકાના ઉછાળા સાથે 2018-19માં 1.83 ટ્રિલિયનના વોલ્યૂમ સાથે 37 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જે ગયા વર્ષ 2017-18ની સરખામણી કરીએ તો 4.13 બિલિયન રહ્યું હતું. મૂલ્ય અને માત્રાના હિસાબે મોબાઈલ વોલેટના માધ્યમથી ટ્રાન્ઝેક્શન ઓક્ટોબરમાં સૌથી ઉચ્ચ સ્તર પર પહોંચ્યા બાદ ઘટવા લાગ્યું. ઓક્ટોબરમાં રૂપિયા 18,786 કરોડના મૂલ્યના 368.45 મિલિયન ટ્રાન્ઝેક્શ થયા હતા.

(9:36 pm IST)