Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

શેરબજારે તોડ્યો આઠ વર્ષનો રેકોર્ડ: વર્ષ 2011 બાદની સૌથી લાંબી મંદી: સેંસેકસ અને નિફટીમાં સતત 9 સત્ર સુધી નરમાઇ

સેંસેક્સ 372 અંકનાં ઘટાડા સાથે 37090 પર બંધ જ્યારે નિફ્ટી 130 અંકનાં ઘટાડા સાથે 11148 પર બંધ

મુંબઈ :શેરબજારમાં સોમવારે અઢવાડિયાનો પહેલો કારોબારી દિવસ ઉતાર-ચઠાવ સાથે જોવા મળ્યો હતો. સતત નવમાં દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. 2011 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે સેંસેકસ અને નિફટીમાં સતત 9 સત્ર સુધી મંદીની જ ચાલ જોવા મળી હોય. આપને જણાવી દઇએ કે, અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલા ટ્રેડ વોરની અસર ઘરેલુ શેરબજાર પર પણ સ્પષ્ટ નજર આવી રહી છે.

    દેશનાં શેરબજારમાં અઢવાડિયાનાં પ્રથમ દિવસ સોમવારની સવારથી જ ઉતાર-ચઠાવ જોવા મળી હતી. સૌથી વધુ ઘટાડો આજે પણ રિલાયન્સની સાથે ફાઈનાન્શિયલ સેક્ટરનાં શેરમાં જોવા મળ્યો છે. ફાઈનાન્શિયલ સેક્ટરમાં જ રોકાણકારોએ મોદી સરકારમાં સૌથી વધુ પૈસા ઠાલવ્યા છે અને આ સેક્ટરનાં શેરમાં જ હવે મોદી સરકારનાં શાસનકાળનાં અંતિમ દિવસોમાં વેચવાલીનો માહોલ છે. કારોબારી સત્રમાં સેંસેક્સ 372 અંકનાં ઘટાડા સાથે 37090 પર બંધ થયુ હતુ. જ્યારે નિફ્ટી 130 અંકનાં ઘટાડા સાથે 11148 પર બંધ થયુ હતુ.

(8:35 pm IST)