Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

૧પમીથી પ દિવસ સુધી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ દ્વારા ગ્રાહકો માટે સમર સેલનો પ્રારંભ

નવી દિલ્હી: -કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે બુધવારે એટલે કે 15 મેના રોજ સમર સેલ શરૂ કરવા જઇ રહ્યું છે. સેલ 19 મે સુધી ચાલશે. 5 દિવસ ચાલનાર સમર સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, ઇલેક્ટ્રિક આઇટમ્સ સહિત અન્ય ગેજેટ્સ પર ફ્લિપકાર્ટ બંપર ઓફર કરી રહ્યું છે. સેલમાં ફ્લિપકાર્ટે ખાનગી બેંક એચડીએફસી સાથે કરાર કર્યો છે. એટલા માટે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરતાં ગ્રાહકોને શાનદાર કેશબેક પણ મળશે.

ફ્લિપકાર્ટના સમરમાં iPhone XR, Nokia 6.1 Plus, Nokia 5.1 Plus, Realme 2 Pro, Honor 9 Lite અને Honor 10 સહિત અન્ય સ્માર્ટફોનની ખરીદી પર બંપર છૂટ આપવામાં આવશે. સેલમાં 59,900 રૂપિયાવાળા iPhone XR ને શાનદાર ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાય છે. એચડીએફસીના કાર્ડ દ્વારા પેમેન્ટ કરતાં 10 ટકા એટલે કે 5,990 રૂપિયાની વધારાની છૂટ પણ મળશે. એટલે કે ફ્લિપકાર્ટ પર ફોન ફક્ત 53,910 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે. આઇફોનની ખરીદી પર ફ્લિપકાર્ટ એક્સચેંજ ઓફર પણ આપી રહ્યું છે. જૂના ફોનના બદલામાં 17,450 રૂપિયાની વધારાની છૂટ મેળવી શકાય છે.

ગૂગલના સ્માર્ટ હોમ સ્પીકર પર પણ ફ્લિપકાર્ટમાં મોટી છૂટ આપવામાં આવી રહી છે. ગૂગલના સ્માર્ટ હોમ સ્પીકરને 9,999 રૂપિયાના સ્થાન પર ફક્ત 7,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ગૂગલ હોમ મિની સ્પીકર પર પણ 2,000 રૂપિયા સુધી છૂટ આપવામાં આવી રહી છે. 4,999 રૂપિયાના સ્પીકરને સેલમાં 2,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

સ્માર્ટફોન પર બંપર છૂટ

ફ્લિપકાર્ટના સમર સેલમાં રિયલમી, ઓપ્પો, નોકિયા, ઓનર કંપનીના સ્માર્ટફોન પર મોટી છૂટ આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટનો દાવો છે કે સ્માર્ટફોન પર વર્ષની સૌથી મોટી છૂટ હશે.

(5:39 pm IST)