Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ઇડી ઓફિસ પહોંચ્યા ચંદા કોચર અને તેના પતિ

૧૮૭૫ કરોડ લોન મામલે પૂછપરછ શરૂ

 

નવી દિલ્હી તા. ૧૩ : ICICI બેંકની પૂર્વ CEO અને મેનેજિંગ ડાયરેકટર ચંદા કોચર અને તેના પતિ દિપક કોચરને ED (Enforcement Directorate)ની તરફથી સમન જાહેર કરવામાં આવ્યો હતો. સમન જાહેર થયા બાદ બંને આજે EDની દિલ્હી ઓફિસ પહોંચ્યા છે. જયાં તેમની વીડિયોકોનને લોન આપવા મામલે પૂછપરછ કરવામાં આવશે.

આ મામલો વીડિયોકોન ગ્રુપને ૧૮૭૫ કરોડ રૂપિયાની લોન આપવા સાથે જોડાયેલો છે. ICICIએ ૨૦૦૯-૨૦૧૧ની વચ્ચે કંપનીને આ લોન આપી હતી. ચંદા કોચર તે સમયે બેંકની પ્રમુખ હતી. ED આ મામલે તપાસ કરી રહ્યું છે કે આ લોન આપવામાં કોઇ પ્રકારનો ભ્રષ્ટાચાર તો થયો નથી. PMLA અંતર્ગત મામલે તપાસ થઇ રહી છે.

(3:48 pm IST)
  • યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કોંગ્રેસ ભયભીત :મિશેલ મામા બાદ ભાણેજ પણ જેલમાં જશે :બલિયામાં જનસભા સંબોધતા યોગીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા :કહ્યું કે કોંગ્રેસની પરેશાની છે કે અગસ્તા વેસ્ટલેન્ડ હેલીકૉપટર સોદામાં દલાલી લેનાર ફરાર મામા ઈટાલીથી ધરપકડ થઈને આવી ગયા access_time 1:11 am IST

  • નર્મદાના પીવાના પાણીના પ્રશ્ને ડેડીયાપાડાના ધારાસભ્યની હાજરીમાં આંદોલન : પાણી નહિં મળે તો મુખ્ય કેનાલ બંધ કરવાની આપી ચીમકીઃ દરવાજા બંધ કરી સૌરાષ્ટ્ર કચ્છ જતુ પાણી અટકાવવા ચીમકીઃ ૪૦૦થી વધુ પોલીસનો કાફલો તૈનાત access_time 3:31 pm IST

  • પ્રિયંકા ગાંધી મિશન મ.પ્રદેશ પરઃ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં કરી પૂજાઃ રતલામમાં સભા સંબોધશેઃ ઇન્દોરમાં રોડ-શો પણ કરશે access_time 3:36 pm IST