Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અમેરિકાના ટેક્સાસમાં આવેલું સાતમું ચર્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ખરીદ કરવામાં આવ્યું : 7 May 2019 અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ : 12 વીઘામાં પથરાયેલું 12000 ચોરસ ફીટનું બાંધકામ ધરાવતું ચર્ચ હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે

ટેક્સાસ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા Texas રાજ્યમાં San Antoniyo સિટીમાં અમિરિકાનું સાતમું ચર્ચ ખરીદ કરવામાં આવ્યું  છે જે હવેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાનન્ટોનિયો તરીકે ઓળખાશે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા અખાત્રીજના  પવિત્ર દિવસ અને 7 May 2019 ના રોજ ધામધૂમથી સંતો અને ભક્તોની હાજરીમાં કરાઈ હતી . વિવિધ શહેરોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા . સાથે સાથે 7 May થી 10 May સુધી અમેરિકામાં રહેતા તમામ સંતોનું સ્નેહમિલન  San Antonio ગુરુકુલમાં યોજાયું હતું .

તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ  San Antoniyo ના   ઉદ્ઘાટનની  12 May અને રવિવારના રોજ યોજાયેલી મુખ્ય સભામાં  દેશ વિદેશ તેમજ San Antoniyo સિટીમાંથી  ભક્તો પધાર્યા હતા . જેમાં યજ્ઞ, ધૂન, મહાપૂજન, શોભાયાત્રા વગેરે આયોજન કરવામાં આવ્યું હતું

12 વીઘામાં પથરાયેલ આ ચર્ચ વિયેતનામી નું હતું જેમાં 12000 ચોરસ ફિટનું બાંધકામ છે. 5500 ચોરસફૂટમાં મુખ્ય ચર્ચ હતું  જેમાં સ્વામિનારાયણ ભાગવાનું રમણીય સ્વરૂપ પધરાવાયુ હતું . બાજુમાં 4500 ચોરસ ફૂટમાં સુંદર ફંક્શન હોલ છે. બીજા નાનામોટા 4 હોલ ગેરજ વગેરે તમામ સુવિધાથી ઉક્ત આ ચર્ચ San Antoniyo સિટીમાં 1240 Holbrook Rd San Antonio, TX  78218 USA જગ્યાએ આવેલું છે.

San Antonio સિટીમાં રહેતા ગુરુકુલ પરિવારના શ્રી દીપુભાઈ ગજેરા, અશ્વિનભાઈ, ભરતભાઇ વગેરે તમામ સભ્યોની ગુરુકુળ પ્રત્યેની ઉંચી ભાવના અને પુરુષાર્થથી તેમજ પૂ ગુરુમહારાજ  તથા પૂ દેવપ્રસાદસ્વામીની પ્રેરણાથીઆવું સુંદર કાર્ય થયું  છે. તેવું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ન્યુજર્સીની યાદી જણાવે છે.

(1:09 pm IST)