Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કટિહારમાં લગ્નમાં મટન નહીં મળતા ગ્રામજનોએ હંગામો મચાવ્યો : લગ્ન અટકાવ્યા :દુલ્હા-દુલહન સહીત બંને પક્ષના લોકોની પીટાઈ

કન્યા પક્ષની ગરીબાઈનો હવાલો આપતા ગ્રામજનો ભડક્યા :દોડાવી દોડાવી બને પક્ષના લોકોને લાકડી દંડાથી માર્યા

નવી દિલ્હીઃ બિહારના કટિહારમાં લગ્ન દરમિયાન જ્યારે ગ્રામજનોને ખાવામાં મટન ન મળ્યું તો તેમણે ભારે હંગામો શરૂ કરી દીધો. મટન ન મળવાથી આક્રોશિત ગ્રામજનોએ લગ્ન જ અટકાવી દીધાં. મામલો અહીંથી જ શાંત ન થયો, જાનૈયાઓની સાથે વરરાજા અને દુલ્હનની પણ આ લોકોએ પીટાઈ કરી. ઘટનાની જાણકારી મળવા પર ઘટના સ્થળે પહોંચેલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ પર મામલો નોંધી લીધો છે અને કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

કટિહારના પ્રાણપુર પોલીસ સ્ટેશનના બરઝલ્લા ગામમાં પ્રમોદ રાય અને રાધિકાના લગ્ન હતાં. અહીં જ્યારે પ્રમોદ રાય બરઝલ્લા ગામમાં લગ્ન માટે જાન લઈને પહોંચ્યો તો ગામના કેટલાક ઉપદ્રવી છોકરાઓએ કહ્યું કે જો લગ્નમાં મટન નહિં પાક્યું તો તેઓ લગ્ન નહિ થવા દે. આ ઉપદ્રવી લોકોને છોકરીવાળાઓએ પતાની ગરીબીનો હવાલો આપતા કહ્યું કે અમારી પાસે પૈસા નથી તેથી અમે મટન ન પકવી શકીએ, જેના પર ગ્રામજનો ભડગી ઉઠ્યા અને જાનૈયાઓને લાકડી-ડંડાથી દોડાવી દોડાવીને માર્યા. આ હિંસામાં છોકરી અને છોકરાવાળા બંને પક્ષના લોકોની ભારે પીટાઈ કરવામાં આવી. લોકો પોતાનો જીવ બચાવવા માટે ગામમાંથી ભાગી ગયા.

ઘટના બાદ પીડિત પક્ષ તરફથી પલીસ ફરિયાદ નંધાવવામાં આવી છે. ફરિયાદના આધાર પર 9 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે જો લગ્ન કરવા માટે બંને પક્ષો તરફથી સુરક્ષાની માંગ કરવામાં આવે છે તો તેના પર વિચાર કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે અણે ફરિયાદ મળ્યા બાદ મામલ નંધી લીધો છે અને આરોપીઓની ધરપકડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.

(11:58 am IST)