Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ઓસ્ટ્રેલિયાના રાજદૂતે ભારતના ચૂંટણીપંચ, ઇવીએમની ભરપૂર પ્રશંસા કરી

ભારતીય ચૂંટણીપંચ ખૂબ પ્રેરણાદાયકઃ ઓસીમાં ઇવીએમ ન હોવાનો ખેદ વ્યકત કર્યો

નવી દિલ્હી, તા.૧૩: ભારતના પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયન રાજદૂત હરિન્દર સિદ્વુએ ભારતના ચૂંટણીપંચની તેમ જ ઇવીએમની ભરપુર પ્રશંસા કરી હતી તો સાથે-સાથે ઇવીએમથી પ્રભાવિત સિદ્વુએ કહ્યું કે 'ઇવીએમની જેમ બેલટ પેપરથી મતદાન કરવામાં આવે તો બેલટ પર પણ પ્રશ્નો તો ઉઠાવી જ શકાય છે. આ મામલો કોમન છે.'

સિદ્વુએ ભારતના ચૂંટણીપંચની પ્રશંસા કરતાં કહ્યું કે 'ભારતીય ચૂંટણીપંચ ખુબ  પ્રેરણાદાયક છે. આટલા બધા લોકોના મતાધિકારની જાણવણી કરવી અને દરેક નાગરિકને ન્યાય આપવો એ માત્ર ને માત્ર ચૂંટણીપંચને આભારી છે. ચૂંટણીપંચની કામગીરી ખૂબ સારી અને વ્યવસ્થિત પદ્વતિ સાથેની સરાહનીય છે.'

હરિન્દર સિદ્વુ દ્વારા ઇવીએમ અને વીવીપેટ સિસ્ટમ્સની પણ પ્રશંસા કરવાની સાથે-સાથે ઓસ્ટ્રેલિયામાં ઇવીએમ ન હોવાનો ખેદ પણ વ્યકત કરવામાં આવ્યો હતો.

(11:39 am IST)