Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

પ્રિયંકા ગાંધીનો પુત્ર રેહાન પહેલીવાર મતદાન કરવાથી ચુકયો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબકકાના મતદાનમાં ૫૯ બેઠકો ઉપર મતદાન યોજાયેલ. કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકાગાંધી અને રોબર્ટ વાડ્રાએ પણ મતદાન કર્યું હતુ. પણ પુત્ર રેહાને મત નાખ્યો ન હતો. આ અંગે પ્રિયંકાને સવાલ કરતા તેમણે જણાવેલ કે રેહાન લંડન ગયેલ હોવાથી મતદાન નહિં કરી શકે. રાહુલ ગાંધીના અમેઠીમાં રોડ-શો દરમિયાન રેહાન અને તેની બહેન મિરાયા હાજર રહેલ. ત્યારબાદ રાહુલ ગાંધીએ ફોર્મ ભર્યું હતુ. રેહાન  પહેલીવાર મત આપનાર હતા પણ લંડનમાં હોવાના કારણે પોતાની ફરજ નિભાવી શકયો ન હતો.

(11:35 am IST)