Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મમતાએ અમિત શાહનો રસ્તો ફરી રોકયોઃ હેલીકોપ્ટર લેન્ડીંગની મંજૂરી ન આપીઃ અમિત શાહનો વળતો પ્રહાર... હું કોલકતા આવું છું: હિંમત હોય તો કરી જુઓ ધરપકડ

કોલકતા : પ.બંગાળના જાધવપુરમાં આજે ભાજપના અધ્યક્ષ અમિત શાહની રેલી હતી પણ રેલી અને હેલીકોપ્ટર લેન્ડ કરવાની પરવાનગી ન મળીઃ ભાજપે કરી ચૂંટણી પંચને ફરિયાદઃ આ પહેલા પણ તેમને રાજય સરકારે પરવાનગી આપી નહોતીઃ અમિત શાહે આજે જોયનગર ખાતે રેલી સંબોધી હતી. અને શ્રીરામના નારા લગાવ્યા હતાં. તેમણે ચેતવણીના સ્વરમાં કહયું હતું કે હું અહીથી કોલકતા જાવ છું. મમતા દીદી તમારામાં હિંમત હોય તો મારી ધરપકડ કરી જોવોઃ તેમણે કહયું હતું કે, જાધવપુર બેઠક મમતા બેનરજીના ભત્રીજાની બેઠક છે તેથી મને રેલી માટે મંજૂરી ન મળી .

(3:17 pm IST)