Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જમ્મુ-કાશ્મીરમાં ૩ વર્ષની બાળકી ઉપર રેપઃ લોકો લાલઘુમઃ ઉગ્ર દેખાવો

બાળકીને ચોકલેટની લાલચ આપી અપહરણ કરનાર નરાધમ ઝડપાયો

શ્રીનગર તા. ૧૩ :.. કાશ્મીરના બાંદીપુરા જીલ્લાના સંબલ વિસ્તારમાં એક ૩ વર્ષથી બાળકી ઉપર કથીત રીતે રેપ થયા બાદ સમગ્ર ખીણમાં મોટા પાયે દેખાવો થયા હતાં. કાશ્મીર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. દેખાવકારો આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. કાશ્મીરમાં ૧ર સ્થળોએ દેખાવો થયા હતાં.

રેપની ઘટના ગુરૂવારે બની હતી. ઇફતાર પહેલા બાળકી ઉપર રેપ થયો હતો. તેણીનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયું હતું પછી તેના ઉપર રેપ થયો હતો.

આ ઘટના બાદ પોલીસે નજીકના જ ગામના એક શખ્સની ધરપકડ કરી છે. બાળકીને શ્રીનગર હોસ્પીટલ લઇ જવાઇ છે. આરોપી હાલ પોલીસ રીમાન્ડ પર છે.

પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ કહયું છે કે રેપીસ્ટને પથ્થરથી મારી નાખવો જોઇએ. લોકો આરોપીને ફાંસી આપવાની માંગ કરી રહ્યાં છે. 

(11:03 am IST)