Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જમ્મુ-કાશ્મીરના શોપીયામાં વધુ બે આતંકીઓને સુરક્ષા દળોએ ફુંકી માર્યાઃ અત્યાર સુધીમાં જુદી-જુદી અથડામણમાં આતંકીઓનો મોતનો આંકડો ૮૫ પર પહોંચ્યો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા કર્મીઓએ વધુ એક સફળતા મેળવી શોપિયામાં હિંદ સીતાપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ફુંકી માર્યા છે.

આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતા સુરક્ષા દળો અને જમ્મુ કાશ્મીરના પોલીસ જવાનોએ સવારે જ તલાસી લેવાની શરૂઆત કરી હતી. આ બાબતની જાણ આતંકીઓને થતા તેઓએ ગોળીબાર ચાલુ કર્યો હતો. અત્યારે બંને તરફથી ગોળીબારી ચાલુ છે. સુરક્ષાદળોએ અત્યાર સુધીમાં જુદી-જુદી અથડામણમાં ૮પ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.

અત્યાર ઠાર મરાયેલા બે આતંકીઓની બોડી કબ્જે લઇ તેમની પાસે રહેલ હથિયારો પણ કબ્જે કરવામાં આવ્યા આવ્યા છે. દરમિયાન માર્યા ગયેલા બે આતંકીઓની ઓળખ મળી છે. જેમાં એક નિકલોસના બશીરત અહેમદ અને ખાસીખોરાના તારીક અહમદ તરીકે ઓળખ મળી છે. એસીપીઓથી લઇ આતંકી બનેલા તારીક અનવરને પણ સુરક્ષાદળોએ ફુંકી માર્યો છે. અત્યારે આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની મુઠભેડને નજર સમક્ષ રાખી અધિકારીઓએ દક્ષિણ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

આ પહેલા પણ શોપિયાના ઇમામ સાહબ વિસ્તારમાં ત્રણ આતંકીઓને મારી નખાયા હતા. આ આતંકીઓ એક ત્રણ માળના બિલ્ડીંગની પાછળ છુપાયા હતા. આવી જ રીતે ૨પ એપ્રિલના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિઝબેલહારા કસબામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને માર્યા હતા. જેમાં સફદર અમીન અને આનંદનગાના બુરહાનનો સમાવેશ થયેલ હતો. બંને આતંકી હિઝબુલ મુઝાહિદ્દીન આતંકી સંગઠન સાથે સંકળાયેલા હતા.

આ જ વિસ્તારમાં ૧૩ એપ્રિલે સેનાએ શોપિયામાં બે, ૬ એપ્રિલે બે, ૨૮ માર્ચના રોજ શોપિયા અને હુંડવાડામાં કુલ પાંચ, ૩મે એ સુરક્ષાદળોએ શોપિયામાં ત્રણ આતંકીને ઠાર માર્યા હતા. જેમાં હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર લતીફ ટાઇગરનો સમાવેશ થાય છે તે છ આતંકીઓનો છેલ્લો કમાન્ડર હતો તે બુરહાન વાની સાથે સંપર્કમાં હતો.

૨૦૧પમાં હિઝબુલ કમાન્ડર રહી ચુકેલા બુરહાન વાની સાથે આતંકીઓન એક તસ્વીર પણ જાહેર થયેલ હતી.

સુરક્ષાદળોએ ૨૮ જુલાઇ ૨૦૧૬માં બુરહાન વાનીને મારી નાખ્યો હતો. ત્યારબાદ તેમની ગેગના અનેક આતંકીઓ માર્યા ગયા છે.

(8:31 am IST)