Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મુંબઈ જ સુપરકિંગઃ ધોની સેનાને આપી માત

છેલ્લા બોલ સુધી મેચ કસોકસનો જામ્યો હતો, રોહિતની ટીમ ચોથી વખત ચેમ્પિયન : જો જાડેજા સ્ટ્રાઈકમાં હોત તો મેચનું પરિણામ અલગ હોત : બુમ... બુમ.... બુમરાહે ફરી વાહ... વાહ... મેળવી

હૈદરાબાદમાં બે કટ્ટર હરીફો વચ્ચે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ છેલ્લા બોલમાં ચેન્નઈ સુપરકિંગ્સને એક રનથી પછાડીને ૧૨મી સીઝનની બાદશાહ બની ગઈ હતી. મુંબઈએ આપેલા ૧૫૦ રનના ટાર્ગેટ સામે ચેન્નઈને છેલ્લી ઓવરમાં ૯ રન જોઈતા હતા અને ડેન્જરમઙ્ખન વાઙ્ખટ્સન મેદાનમાં હતો ત્યારે ચેન્નઈની જીત ઓલમોસ્ટ ફાઇનલ દેખાતી હતી, પણ વોટ્સન ચોથા બોલમાં રનઆઉટ થતાં મેચમાં ટર્ન આવી ગયો હતો. છેલ્લા બોલમાં ચેન્નઈને જીતવા માટે બે રન બનાવવાના હતા ત્યારે મલિન્ગાએ તેનો અનુભવના જોરે શાર્દુલ ઠાકુરને એલબીડબલ્યુ આઉટ કરીને મુંબઈને એક રનથી રોમાંચક જીત અપાવી હતી.

આઇપીએલમાં ગઈ કાલે સતત સાતમી ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ ચેમ્પિયન બની હતી.

ટોસ જીતીને ફરી બેટિંગ મુંબઈ ઇન્ડિયન્સે ફરી એક વાર ફાઇનલમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલાં પણ ફાઇનલમાં ત્રણ વાર મુંબઈ ટોસ જીત્યું હતું અને ત્રણેય વાર પહેલાં બેટિંગનો જ નિર્ણય લીધો હતો.

મુંબઈએ પહેલી ઓવરમાં બે અને બીજી ઓવરમાં ૬ રન સાથે સાવચેતભરી શરૂઆત કર્યા બાદ ત્રીજી ઓવરમાં કિવન્ટન ડી કોકે દીપક ચહરને ત્રણ સિકસર ફટકારીને ૧૮ રન સાથે સ્કોરને ૩૦ રન પર પહોંચાડી દીધો હતો. જોકે પાંચમી ઓવરમાં ડી કોક ૧૭ બોલમાં ૨૪ રન બનાવીને શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. છઠ્ઠી ઓવરમાં કેપ્ટન રોહિત શર્માને ગુમાવી દેતાં મુંબઈ પ્રેશરમાં આવી ગયું હતું. રોહિત ૧૪ બોલમાં ૧૫ રન જ બનાવી શકયો હતો. ત્યાર બાદ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ૬ ઓવરમાં ૩૭ રન જ બનાવી શકયા હતા અને રનગતિને બ્રેક લાગી ગઈ હતી. સૂર્યકુમાર બાદ કૃણાલ પંડ્યા પણ વહેલો આઉટ થઈ ગયો હતો. ઈશાન કિશન પણ ૨૬ બોલમાં ૨૩ રનની ધીમી ઇનિંગ્સ બાદ ઇમરાન તાહિરનો બીજો શિકાર બન્યો હતો.

કિશનની વિકેટ પડ્યા બાદ પોલાર્ડને સાથ આપવા હાર્દિક પંડ્યા મેદાનમાં આવ્યો હતો અને મુંબઈની બધી આશા એ જોડી પર જ હતી. હાર્દિક ૧૦ બોલમાં એક સિકસર અને એક ફોર સાથે ૧૬ રને બનાવીને ૧૯મી ઓવરમાં આઉટ થયો હતો, પણ પોલર્ડ એક છેડો સાચવીને ૨૫ બોલમાં ૩ સિકસર અને એટલી જ ફોર સાથે અણનમ ૪૧ રન બનાવીને ટીમને ૧૪૯ રનના સન્માજનક સ્કોર સુધી લઈ ગયો હતો.

છેલ્લી બે ઓવરમાં ધનાધન રન બને છે, પણ ગઈ કાલે છેલ્લા ૧૨ બોલમાં સતત ૮ બોલ ડોટ રહ્યા હતા અને મુંબઈ ૧૬ ૧૭૦ રનની આસપાસના ટાર્ગેટથી દૂર રહી ગયું હતું. ૧૯મી ઓવરમાં પહેલા બોલમાં હાર્દિક ચહરને બાઉન્ડરી માર્યા બાદ બીજા બોલમાં આઉટ થયો હતો. ત્યાર બાદના ચારેય બોલમાં એક પણ રન નહોતો બન્યો અને વધુ એક વિકેટ પણ પડી હતી. છેલ્લી ઓવરમાં પહેલા ત્રણ બોલમાં પણ કોઈ રન નહોતો બન્યો. ચોથા બોલમાં બીજો રન લેવાની લાલચમાં મિચલેન્શન રનઆઉટ થયો હતો. જોકે છેલ્લા બે બોલમાં બે બાઉન્ડરી ફટકારવામાં પોલાર્ડ સફળ થયો હતો.

(3:48 pm IST)