Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

બિહારના મોતીહારી જિલ્લામાં ફાયરિંગ :સાંસદ પર હુમલો :ગાડીમાં તોડફોડ

બનકટવાના સેખોના ગામે બૂથ નંબર-162 ઉપર ફાયરિંગ

બિહારના મોતીહારી જિલ્લાના બનકટવા વિસ્તારમાં ચૂંટણી દરમિયાન બબાલ થઇ હતી. બનકટવાના સેખોના ગામે બૂથ નંબર-162 ઉપર ફાયરિંગ થયું હતું. મતદાન દરમિયાન સાંસદ સંજય જયસ્વાલ સમર્થકોની સાથે મારપીટ થવાની સૂચના મળતા બૂથ પર પહોંચ્યા હતા. આ દરમિયાન સાંસદ પર હુમલો થયો હતો અને તેની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. જો કે બૂથ પર તૈનાત સુરક્ષાદળોએ સાંસદના બચાવ માટે હવામાં ફાયરિંગ કરી અને તેમને ત્યાંથી બહાર લઇ જવામાં આવ્યાહતા 

(12:00 am IST)