Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

IPL 2019: ડેવિડ વોર્નરને ઓરેન્જ કેપ અને તાહિરને પર્પલ કેપ

ટુર્નામેન્ટમાં ડેવિડ વોર્નર માત્ર 12 મેચમાં 692 રન ફટકાર્યા : લેગ સ્પિનર ઇમરાન તાહિરે 26 વિકેટ ઝડપી

નવી દિલ્હીઃ ઈન્ડિયન ટી20 લીગ (આઈપીએલ-12)માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરને પર્પલ કેપ અપાઈ છે સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરએ 12 મેચ 692 રન ફટકારી  આ સિઝનની ઓરેન્જ કેપ અને ચેન્નઈ સુપર કિંગ્સના લેગ સ્પિનર ઇમરાન તાહિરએ 26 વિકેટ ઝડપી પર્પલ કેપ મળવી છે. 

દક્ષિણ આફ્રિકાના લેગ સ્પિનર ઇમરાન તાહિરને ફાઇનલ મેચ પહેલા પર્પલ કેપ મેળવવા માટે 2 વિકેટની જરૂર હતી. તે ટૂર્નામેન્ટમાં સર્વાધિક વિકેટ ઝડપનાર દિલ્હી કેપિટલ્સના કગિસો રબાડા (25 વિકેટ) કરતા બે વિકેટ પાછળ હતો. તેણે ફાઇનલમાં મુંબઈના ઇશાન કિશનને આઉટ કરીને પર્પલ કેપ પોતાના નામે કરી હતી. તેણે પોતાના દેશના રબાડાને પાછળ છોડી દીધો હતો. તો ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત બન્યું છે કે માત્ર 12 મેચ રમનાર ખેલાડીએ ઓરેન્જ કેપ જીતી છે. 

આ ત્રીજો અવસર છે જ્યારે ડેવિડ વોર્નરે ઓરેન્જ કેપ હાસિલ કરી છે. આ પહેલા તેણે 2015માં 562 અને 2017માં 641 રન બનાવીને ઓરેન્જ કેપ હાસિલ કરી હતી. કોઈએક સિઝનમાં સર્વાધિક વિકેટ ઝડપનાર બોલરને મળતી પર્પલ કેપ તાહિરે હાસિલ કરી છે. 

(12:00 am IST)