Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રાજસ્થાન એરબેઝ પર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હી :  વિંગ કમાન્ડર એકવાર ફરીથી મેદાનમાં ઉતરી ચુક્યા છે. રાજસ્થાનનાં સુરતગઢ એરબેઝમાં વિંગ કમાન્ડર અભિનંદને કાર્યભાર સંભાળી લીધો છે. હવે ઝડપથી તેઓ પોતાના ફાઇટર પ્લેનમાં ફરી જોવા મળશે.

  અભિનંદને પાકિસ્તાનથી પરત ફર્યા બાદ તમામ પ્રક્રિયાઓ પુર્ણ કરતા આશરે બે મહિના બાદ ફરીથી પોતાનાં એરબેઝ પર પહોંચ્યા. એરબેઝ પર પહોંચ્યા બાદ વાયુસેનાના અધિકારીઓએ વિંગ કમાન્ડર અભિનંદનનું ભવ્ય સ્વાગત કર્યું. સાથે જ પોતાનાં મિત્રને પરત ફરેલા જોઇને ખુશ થયા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનંદન આતંકવાદીઓની વિરુદ્ધ વાયુસેનાના એર સ્ટ્રાઇક દરમિયાન ભુલથી પાકિસ્તાની સીમામાં દાખલ થઇ ગયા હતા. તે સમયે પાકિસ્તાની સેનાએ તેમને પોતાનાં કબ્જામાં રાખ્યા હતા. આ દરમિયાન અભિનંદનની આકરી પુછપરછ પણ કરવામાં આવી હતી. જો કે ભારતનાં દબાવ બાદ પાકિસ્તાનને પરાણે અભિનંદનને છોડવું પડ્યું હતું

(12:00 am IST)