Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

દહેજમાં ગાડી અને બે લાખ ન આપતાં પુત્રવધૂની હત્યા

પતિ સહિત ૪ લોકો ફરાર : લગ્નના બીજા દિવસથી દહેજના કારણે પુત્રવધૂને ત્રાસ આપતા હતા, હત્યા કરીને પતિ, સસરા, સાસુ અને નણંદ ફરાર થયા

નૂંહ,તા.૧૩ : દહેજમાં ક્રેટા ગાડી અને બે લાખ રૂપિયા નહીં આપવાના કારણે પુત્રવધૂને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આ ઘટના હરિયાણાના માલબ ગામની છે. પોલીસએ આ મામલામાં ૪ લોકો પતિ, સસરા, સાસુ અને નણંદની વિરુદ્ધ સોમવારે દહેજ હત્યાનો કેસ નોંધ્યો છે. સોમવારે પોલીસે નૂંહ સીએચસીમાં પુત્રવધૂના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેને પરિજનોને સોંપી દીધો. અત્યાર સુધી આરોપીઓની ધરપકડ નથી થઈ. પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે. મૃતક નાહિદા (૨૦)ના પિતા ઇકબાલે પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ, તેમની દીકરીના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ માલબ ગામના ઇનામ મોહમ્મદ સાથે થયા હતા. લગ્નમાં તેમની આર્થિક સ્થિતિ મુજબ દીકરીને સામાન આપ્યો હતો પરંતુ સાસરિયા પક્ષના લોકો ખુશ ન થયા અને લગ્નના બીજા દિવસથી જ તેમની દીકરીને દહેજ માટે હેરાન કરવા લાગ્યા.

ત્યારબાદ દીકરી પીયર આવી ગઈ. દહેજની માંગને લઈને દીકરીને લઈને તેના સાસરીયા પાસે ગયા તો ક્રેટા કાર અને બે લાખ રૂપિયાની ડિમાન્ડ કરી. આ મામલાને લઈ અનેકવાર પંચાયત થઈ. ત્યારબાદ દીકરીને સાસરિયાવાળા લઈ ગયા. એક સપ્તાહ બાદ ફરીથી દીકરીને દહેજ માટે પરેશાન કરવા લાગ્યા અને દહેજની ડિમાન્ડ પૂરી ન કરવા પર આખી રાત મારતા રહ્યા. ત્યારબાદ બે લાખ અને ક્રેટા કારની ડિમાન્ડ પૂરી ન કરવા પર દીકરીને મારી નાખવાની ધમકી આપતા રહ્યા. ૨૮ માર્ચની બપોરે સસરા જાન મોહમ્મદનો ફોન આવ્યો કે નાહિદાની તબીયત ખરાબ છે.

જ્યારે નાહિદાના પરિજનો તેના સાસરીયે પહોંચ્યા તો દીકરી મૃત હાલતમાં જોવા મળી. પીડિત પિતાએ કહ્યું કે દહેજની ડિમાન્ડ પૂરી ન કરતાં પતિ ઈનામ, સસરા જાન મોહમ્મદ, સાસુ અને નણંદે મળીને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. બીજી તરફ આકેડા પોલીસ ચોકીના ઇન્ચાર્જ બલબીરે જણાવ્યું કે ચારેય આરોપીઓની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ મામલાની આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે.

(7:39 pm IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : પહેલીવાર મૃત્યુઆંક 1 હજારથી વધુ : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રોજ નવા રેકોર્ડ સર્જતાં કેસથી ભારે ફફડાટ : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,85,104 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,38,71,321 થઇ :એક્ટિવ કેસ 13,60,867 થયા : વધુ 82,231 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,23,32,688 સાજા થયા :વધુ 1026 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,72,115 થયો : દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ અને કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા access_time 12:45 am IST

  • આજે રાત્રે ૮:૩૦ વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સંબોધન : સંભવતઃ લોકડાઉન અંગે મહત્વની જાહેરાત થવાની સંભાવના access_time 6:11 pm IST

  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST