Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ઘરે જ નમાઝ અદા કરવી, મસ્જિદોમાં ભીડ વધારશો નહીં સહિત રમજાનને લઈને મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી ગાઇડલાઇન

રમઝાનમાં કોઈ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમની મંજૂરી નથી : સેહરી અને ઈફ્તારી દરમિયાન કોઈ ભીડ એકઠી ન થવા દે

મુંબઈ : દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં રમજાન મહિનો પણ બુધવારથી ભારતમાં શરૂ થશે. આ અંગે ઘણાં ઈમામો બેઠક યોજી રહ્યા છે અને અપીલ કરી રહ્યા છે કે સરકારે જારી કરેલા માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. બીજી તરફ નવરાત્રી પણ 14 એપ્રિલથી શરૂ થઈ છે. આવી સ્થિતિમાં સરકારો માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનો એક પડકાર જેવુ સાબિત થઈ રહ્યું છે.

રમજાન અંગે મહારાષ્ટ્ર સરકારે જારી કરેલી માર્ગદર્શિકા આ મુજબ છે 

1. ઘરે જ નમાઝ અદા કરવી, મસ્જિદોમાં ભીડ વધારશો નહીં.
2. ધાર્મિક સ્થળો ટૂંક સમયમાં બંધ થઈ જશે, તેથી વાઝ એટલે કે સામૂહિક નમાઝ ઓન્લીને પ્લેટફોર્મ પર ગોઠવવી.
3. ખરીદી માટે બજારમાં ભીડ ન કરો અને તે થવા દો નહીં.
4 અલવિદા જુમ્માની નમાઝ પણ ઘરે જ કરવી અને સડકો પર ભીડ જમા થવા દેવી નહીં.
5. આ રમઝાનમાં કોઈ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમની મંજૂરી નથી.
6. રમજાન પર શેરીઓ ગલીઓમાં કોઈ અસ્થાયી સ્ટોલ રહેશે નહીં. સ્થાનિક પ્રશાસનની જવાબદારી છે કે, સેહરી અને ઈફ્તારી દરમિયાન કોઈ ભીડ એકઠી ન થવા દે.
7. ધાર્મિક ગુરુઓને અપીલ છે કે તેઓ કોરોના વાઈરસની માર્ગદર્શિકા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવે, જેથી આપણે આ સંક્રમણની ચેન તોડી શકીએ.

(7:27 pm IST)