Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સેન્ટ્રલ બેંકની પ્રેરણાદાયી ઑફર : કોરોના વૅક્સિન લો અને FD પર વધુ વ્યાજ મેળવો

નવી દિલ્હી: જો તમે પણ બેંકની ફિક્સ ડિપોજિટમાં પૈસા રાખ્યા છે, તો તમારી પાસે વધારે કમાણી કરવાની ખાસ તક છે. આ માટે તમારે માત્ર કોરોના વિરોધી રસી લેવાની રહેશે. જો તમે કોરોનાની વેક્સિન લીધી હશે, તો તમને FD પર વધારે વ્યાજ મળશે.

દેશમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયાએ લોકોને વૅક્સિનેશન પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે એક ખાસ સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત બેંક વૅક્સિન લઈ ચૂકેલા લોકોને નિયત દર પર 0.25 ટકા વધુ વ્યાજ આપશે.

સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયાએ સોમવારે પોતાની આ ખાસ નવી યોજનાની જાહેરાત કરી છે. બેંકે પોતાની આ નવી સ્કીમને ઈમ્યૂન ઈન્ડિયા ડિપોજિટ સ્કીમ નામ આપ્યું છે. સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયાની આ સ્કીમ 1,111 દિવસમાં મેચ્યોર થશે.

બેંકની પોતાની આ જાહેરાત લોકોને કોરોના વિરોધી રસી લેવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુ માટે કરી છે. જેથી વધુમાં વધુ લોકો કોરોના વૅક્સિન લે અને કોરોના સંક્રમણને ફેલાતુ રોકવામાં આવી શકે.

બેંકે કહ્યું કે, સિનિયર સિટીઝન વધારે વ્યાજ મેળવવાના હકદાર છે. કોવિડ વૅક્સિનનો ડોઝ લેનારા વરિષ્ઠ નાગરિકોને જમા રકમ પર 0.50 ટકા વધારે વ્યાજની ઓફર કરવામાં આવી રહી છે. બેંકે નાગરિકોને નિર્ધારિત મુદ્દતમાં આ યોજનાનો લાભ લેવા માટે વૅક્સિન લેવાનો આગ્રહ કર્યો છે. બેંકે કહ્યું કે, સિનિયર સિટીઝનને વધારાના 0.25 ટકા વ્યાજનો ફાયદો મળશે

(6:27 pm IST)