Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અમુલે મોટી સિદ્ધિ હાંસલ કરીઃ ભારત-ચીન સરહદ ઉપર લેહમાં સૌથી ઉંચાઇ ઉપર 70મી શાખા ખોલી

નવી દિલ્હી: અમૂલે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત ચીન સરહદ નજીક પોતાનું આઉટલેટ ખોલ્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આરે.એસ. સોઢીએ તેની જાણકારી આપી છે. આરે.એસ. સોઢીએ તેના પર કહ્યું કે, અમૂલે લેહમાં ભારતની સૌથી ઉંચાઈ પર પોતાની 70 મી શાખા ખોલવા પર ગર્વ છે. જે સંપૂર્ણ રીતે આસપાસના ઠંડા અને વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાથી સજ્જ છે.

અમૂલની આ શાખા શિયાળામાં રસ્તો બંધ થાય ત્યારે પણ ચીન સરહદ સુધીના દૂરના વિસ્તારોની માંગને પહોંચી વળવા કામ કરશે. તમને જણાવી દઇએ કે, અમૂલ ભારતની સૌથી મોટી ફૂડ અને ડેરી કંપની છે. તેની વાર્ષિક આવક 38,500 કરોડ છે.

કેવી રીતે કામ કરે છે અમૂલ?

અમૂલ 6 મિલિયન લિટર દૂધ રોજ 10,755 ગામોમાંથી સંગ્રહિત કરે છે અને આ ગામ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા છે. લોકો સુધી એક સારા ઉત્પાદને પહોંચાડવા માટે અમૂલ દ્વારા એક 3 ટાયર મોડેલનો ઉપોયગ કરવામાં આવે છે, જેમાં પહેલા ગામમાંથી એક સંસ્થા પાસેથી દૂધ લેવામાં આવતું હતું (જે પ્રાઇમરી પ્રોડ્યૂસર હતા). ત્યારબાદ આ દૂધ જિલ્લાના સહયોગી દૂધ ભંડાર પાસે મોકલવામાં આવતું હતું. તે દૂધને યોગ્ય તાપમાન પર રાખવામાં આવતું હતું અને તેને રાખવા માટે તેમાં રાસાયણિક પદાર્થ નાખવામાં આવતા હતા.

ત્યારબાદ ત્રીજા તબક્કામાં તે દૂધ ફેડરેશન (જ્યાં દૂધનું પ્રોસેસિંગ અને તેને બજારમાં વેચવાનું કામ કરતા હતા) ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. આ મોડલમાંથી દલાદ/ વચેટીયાને સંપૂર્ણ રીતે હટાવવામાં આવ્યા હતા અને તે ગામના લોકો માટે ફાયદાનું સાધન બની ગયું.

(4:43 pm IST)