Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ચાલુ વર્ષે ચોમાસુ ટનાટનઃ ૧૦૩ ટકા વરસાદ પડશે

સ્કાયમેટે કરી આગાહી

નવી દિલ્હીઃ ખેડુતો માટે સારા સમાચાર છે આ વર્ષે મોનસુન સામાન્યથી સારૂ રહેવાના એંધાણ છે. દક્ષિણ-પશ્ચિમ ભારતમાં આ વર્ષે જુનથી સપ્ટેમ્બર દરમ્યાન અંદાજે ૧૦૩ ટકા વરસાદ રહેવાનો અંદાજ સ્કાયમેટ વેધરે આ અંગેની જાણકારી આપી.

સ્કાયમેટ વેધરના એવીએમ સામાન્યથી ઓછો વરસાદ પડશે. તેઓએ જણાવ્યું કે આખી સીઝનમાં દર મહીને વરસાદના અલગ-અલગ અંદાજ હોય છે. જેમાં જુન અને સપ્ટેમ્બરના મહીનામાં વરસાદનું ફકત  અંદાજથી વધુ થવાની સંભાવના છે.  આ સતત ત્રીજુ વર્ષ છે. જયારે વરસાદ સારો રહેવાનો અંદાજ છે.

સ્કાયમેટ વેધરના પ્રેસીડન્ટ મહેશ પલાયને જણાવ્યું કે, જુલાઇ  દરમ્યાન મહારાષ્ટ્ર, છતીસગઢ, ઓડીશા અને આંધ્રપ્રદેશ રાજયોમાં સારા વરસાદ પડશે. જયારે નોર્થ ઇસ્ટ અને કર્ણાટકમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શકયતા છે. સ્કાયમેટે   જણાવ્યું કે મોનસુનનો પ્રારંભ એટલે કે જુનમાં વરસાદ ૭૦ ટકા સામાન્ય અને ર૦ ટકા સામાન્યથી ઉપર રહેશે. બીજી બાજુ સપ્ટેમ્બરમાં અંદાજે ૩૦ ટકા સામાન્ય વરસાદની સંભાવના છે. જયારે ૬૦ ટકા  સામાન્યથી વધુ રહેશે.

(3:44 pm IST)