Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સતત 14 માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવો સ્થિર : કિંમતમાં કોઈ ફેરફાર નહીં

નવી દિલ્હી : જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. સતત 14 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજધાનીમાં પેટ્રોલ 90.56 રૂપિયા અને ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લિટર પર રહ્યું છે.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશ ના અન્ય ત્રણ મહાનગરો મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈ માં પેટ્રોલના ભાવ અનુક્રમે 96.98 રૂપિયા, 90.77 રૂપિયા અને 92.58 રૂપિયા પ્રતિ લીટર રહ્યા છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલ પણ અનુક્રમે 87.96 રૂપિયા, 83.75 રૂપિયા અને 85.88 રૂપિયા પ્રતિ લીટર રહ્યા છે.

નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજાર સિંગાપોરમાં કારોબાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 0.01 ડોલર વધી 63.29 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ 0.05 ડોલર વધીને 59.75 ડોલર પ્રતિ બેરલ રહ્યા હતા. નોંધનીય છે કે હાલમાં દેશના લગભગ દરેક શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકંદરે ઉચ્ચતમ દરે ચાલી રહ્યા છે.

(1:43 pm IST)