Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

WHOના ચીફનું નિવેદન

મહામારી સામેનું યુધ્‍ધ સરળ નથી : વિજય મેળવતા વાર લાગશે : માસ્‍ક - સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ ઉપાય

ન્‍યૂયોર્ક તા. ૧૩ : WHO અધ્‍યક્ષ ટેડ્રોસ એડનોમ ગ્રેબિયસે કહ્યું કે આ કોરોના રોગચાળાને રોકવાનો એક માત્ર ઉપાય રસીકરણની સાથે માસ્‍ક અને સોશિયલ ડિસટેન્‍સિંગ છે. અત્‍યાર સુધીમાં વિશ્વભરમાં ૭૮૦ મિલિયન લોકોને કોરોના વેક્‍સિન અપાઈ ચૂકી છે.

ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યું છે. દેશના દરેક રાજયમાં, એક રોજબરોજ કોરોનાના દૈનિક કેસોની સંખ્‍યા રેકોર્ડ તોડી રહી છે. દરરોજ રેકોર્ડ સંક્રમણના કેસો નોંધાઈ રહ્યા છે, સાથે જ ભારત હવે વિશ્વના કોરોના વાયરસથી પ્રભાવિત દેશોની યાદીમાં બીજા સ્‍થાને આવી ગયું છે. દરમિયાન, વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ડાયરેક્‍ટર જનરલ ટેડ્રોસ ગ્રેબિયસે સોમવારે કહ્યું હતું કે મહામારી સામેનું યુદ્ધ હજુ સરળ નથી. આના પર જીત મેળવવામાં લાંબો સમય લાગશે.

ટેડ્રોસ ગ્રેબિયસે કહ્યું કે રોગચાળાને રોકવાનો એક માત્ર રસીની સાથે માસ્‍ક અને સામાજિક અંતર છે. અત્‍યાર સુધીમાં વિશ્વભરમાં ૭૮૦ મિલિયન લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્‍યા છે. આ હોવા છતાં, કોરોના સામે રક્ષણ આપવા માટે માસ્‍ક પહેરવા અને સામાજિક અંતરને વળગી રહેવું જરૂરી છે.

તેમણે કહ્યું કે આપણે બધા આર્થિક પ્રવૃત્તિઓ વહેલી તકે ફરી શરૂ થતા જોવા માંગીએ છીએ. જીવનની સફર ફરી શરૂ થતી જોવાની ઇચ્‍છા છે. પરંતુ અત્‍યારે તો તેમાં સમય લાગશે. આ રોગચાળા વિશે આપણા મનમાં એક આશા છે, જેના ઘણા કારણો છે. આ વર્ષના પ્રથમ બે મહિના દરમિયાન આપણે કોરોના કેસો અને મૃત્‍યુના મામલે ઘટાડો જોયો છે. આમાંથી આપણે જાણી ગયા છીએ કે કોરોનાના એક વેરિયન્‍ટને રોકી શકાય છે.

ડો. ટેડ્રોસે કહ્યું કે કોરોના વાયરસને દૂર કરવામાં સમય લાગી શકે છે. ફરીથી, રોગચાળાના ગ્રાફ આખા વિશ્વમાં ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. હવે લોકો આ અંગે મૂંઝવણમાં છે, જેના કારણે સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે.

 

(11:34 am IST)