Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મહિલાએ બે માથા, ત્રણ હાથ ધરાવતી જોડિયા બાળકીને આપ્યો જન્મ : શરીર એક જ

બંને બાળકીના માથાનો સંપૂર્ણ વિકાસ થયો છે બાળકીઓ બંને મોઢાથી દૂધ પી રહી છે

ભુવનેશ્વર,તા.૧૩:  ઓડિશા રાજયના કેન્દ્રપાડા જિલ્લામાં રવિવારે એક ખાનગી હાઙ્ખસ્પિટલમાં એક મહિલાએ જુડવા બાળકીને જન્મ આપ્યો છે. જોકે, જુડવા બહેનો ખાસ છે, તેને બે માથા છે પરંતુ શરીર એક જ છે. બાળકીના ચારને બદલે ત્રણ હાથ છે.

આ બાળકીઓનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો છે. મહિલા બીજી વખત માતા બની છે. બાળકીઓના માથાનો સંપૂર્ણ રીતે વિકાસ થયો છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે આ એક દુર્લભ સ્થિતિ છે.

મહિલાની ડિલિવરી એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનથી કરાવવામાં આવી હતી. જે બાદમાં તેણીને કેન્દ્રપાડા જિલ્લા મુખ્ય હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. કેન્દ્રપાડા જિલ્લા હોસ્પિટલના શિશુ નિષ્ણાત ડોકટર દેબાસીષ સાહૂએ જણાવ્યું કે, નવજાત બંને મોઢેથી દૂધ પી રહી છે. આ ઉપરાંત બાળકીઓ બંને નાકથી શ્વાસ પણ લઈ રહી છે.

ડોકટર સાહૂના જણાવ્યા પ્રમાણે બંને બાળકીઓ એકદમ તંદુરસ્ત છે. જોકે, ખાસ કાળજી રાખી શકાય તે માટે બંનેને સરદાર વલ્લભભાઈ પટેલ પોસ્ટ ગ્રેજયુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પિડિયાટ્રિક (શિશુ ભવન), કટક ખાતે ખસડેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉત્ત્।ર પ્રદેશના આગ્રામાં જય દેવી હોસ્પિટલ ખાતે આવા જ જોડિયા બાળકનો જન્મ થયો હતો. આ બાળકોને ચાર હાથ, ચાર પગ અને જોડાયેલા બે માથા છે. આ બાળકો જોડિયા હોવાની સાથે સાથે એકબીજા સાથે જોડાયેલા પણ છે. બંને નવજાતનું શરીર પેટના ભાગેથી જોડાયેલું છે. આ ઉપરાંત ચાર હાથ, ચાર પગ અને બે માથા અલગ અલગ છે.

(10:25 am IST)