Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

લક્ષણ છતાં રિપોર્ટ આવે છે નેગેટીવ

RT-PCR ટેસ્‍ટ પણ ફેઇલ : કોરોનાના નવા સ્‍વરૂપથી ડોકટરો ચિંતિત

સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર મચાવે છે : બે થી ત્રણ વખત RT-PCR ટેસ્‍ટ કરાવ્‍યા બાદ પણ રિપોર્ટ નેગેટીવ આવી રહ્યા છે : વાયરસ પહેલા કરતાં વધુ ખતરનાક અને સંક્રમણ હોવાની સાથે ગુપ્‍ત થઇ રહ્યો છે

નવી દિલ્‍હી,તા. ૧૩: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી હાહાકાર મચી ગયેલ છે. આ દરમ્‍યાન એક હેરાન કરતી બાબત સામે આવી છે.

એક રિપોર્ટ મુજબ નોવેલ કોરોના વાયરસના નવા વેરિએન્‍ટ પહેલા કરતા વધારે ખતરનાક  અને સંક્રમક હોવાની સાથે ગુપ્ત થઈ રહ્યો છે. હકિકતમાં સિટી હોસ્‍પિટલન ડોક્‍ટરોનું કહેવું છે કે એવા અનેક મામલા સામે આવ્‍યા છે જેમાં દર્દીઓમાં કોરોના સંક્રમિત થવાના અનેક વિશિષ્ટ લક્ષણો છે. પરંતુ ૨થી ૩ વાર આરટી પીસીઆર ટેસ્‍ટ કરાવ્‍યા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. કોરોના સંક્રમણનો ટેસ્‍ટ હવે આરટી પીસીઆરથી કરવો મુશ્‍કેલ છે.

આકાશ હેલ્‍થકેરના મેનેજિંગ ડાયરેક્‍ટર ડો. આશીષ ચૌધરીએ કહ્યું અમને ગત કેટલાક દિવસમાં એવા અનેક દર્દીઓ મળ્‍યા છે. જેમને તાવ, ખાંસી અને શ્વાસની સમસ્‍યા તથા ફેંફસામાં સંક્રમણ હતુ. સીટી સ્‍કેન કરાવવા પર તેમના ફેંફસામાં હળવા ભૂરા રંગના પેચ જોવા મળ્‍યા હતા. જેનાથી મેડિકલ ભાષામાં પેચ ગ્રાઉન્‍ડ ગ્‍લાસ અપાસિટી કહેવામાં  આવે છે. આ કોરોનાના એક વિશિષ્ટ લક્ષણ છે.

તેમણે કહ્યું કે પીડિત બ્રોંકાએલવોલર લેંવેજ(બીએએલ)થી પીડિત છે. જે એક ડાયગ્રોસ્‍ટિક ટેક્‍નિક છે. જેમાં સંક્રમિતના મોંઢા અથવા નાકના માધ્‍યમથી ફેંફડામાં એક લિક્‍વિડ આપવામાં આવે છે. જે અંદર દ્રવનું પરિક્ષણ કરે છે. આનાથી વિશ્‍લેષણની ખરાઈ થાય છે. ડો. ચૌધરીએ કહ્યુ એવા તમામ વ્‍યક્‍તિ જેમનો આરટી પીસીઆર ટેસ્‍ટ નેગેટિવ હતો. તે તમામનો  લેવેજ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો છે. આ ટેસ્‍ટમાં આ તમામ કોરોનાના લક્ષણો પોઝિટિવ આવ્‍યા છે.

સર ગંગા રામ હોસ્‍પિટલના ચેસ્‍ટ મેડિસિન ડિવીઝનના સીનિયર માર્કેટિંગ કન્‍સલ્‍ટેન્‍ટ ડો.ચ અરુપ બસુએ કહ્યું કે આ સમયે કોરોનાથી પીડિત દર્દીઓમાં નથુનેથી કામ કરવું, આંખમાં બળતરા થવી અને ઈન્‍ફેક્‍શન જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જે પહેલા નહોંતા. તેમણે કહ્યું કે અનેક રોગીઓને ખાંસી અથવા શ્વાસમાં તકલીફ નથી થતી અને તેમના ફેંફસામાં સીટી સ્‍કેન નોર્મલ આવે છે. જો કે તેમને સતત  ૮થી ૯ દિવસ સુધી તેજ તાવ હોય છે. જો આવું હોય તો દર્દીને તાત્‍કાલીક હોસ્‍પિટલમાં દાખલ કરવો જોઈએ.

(10:54 am IST)