Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

બાબરી કેસનો નિર્ણય લખનાર રિટાયર્ડ જજ સુરેન્દ્ર યાદવ યુપીના ઉપ લોકાયુક્ત નિયુક્ત

સુરેન્દ્ર કુમાર યાદવ 31 વર્ષની ઉંમરમાં રાજ્ય ન્યાયિક સેવા માટે પસંદગી પામ્યા હતા

ઉત્તર પ્રદેશ સરકારના રિટાયર્ડ જજ સુરેન્દ્ર કુમાર યાદવે રાજ્યના તૃતીય ઉપ લોકાયુક્ત નિયુક્ત કર્યા છે સોમવારે તેમને પદના શપથ અપાવવામાં આવ્યા હતા .

નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે બાબરી ધ્વંસ કેસમાં અડવાણી સહિત 32 આરોપીઓને લખનઉ સ્થિત વિશેષ અદાલત (અયોધ્યા કેસ) ના પ્રિઝાઇડિંગ અધિકારી તરીકે નિર્દોષ જાહેર કર્યા હતા.

પૂર્વ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના પખાનપુર ગામના રામકૃષ્ણ યાદવના ઘરે જન્મેલા સુરેન્દ્ર કુમાર યાદવ 31 વર્ષની ઉંમરમાં રાજ્ય ન્યાયિક સેવા માટે પસંદગી પામ્યા હતા.

તેમના ન્યાયિક જીવનની શરૂઆત ફૈઝાબાદમાં અતિરિક્ત મુનસિફની પોસ્ટની પ્રથમ પોસ્ટિંગ સાથે થઈ, જે ગાજીપુર, હરદોઇ, સુલતાનપુર, ઇટાવા, ગોરખપુર થઈને રાજધાની લખનૌના જિલ્લા ન્યાયાધીશના પદ પર પહોંચ્યા હતા.

ઉત્તર પ્રદેશ લોકાયુક્ત અને ઉપલોક્યુતા એ ભારતના ઉત્તર પ્રદેશમાં ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલ છે. લોકાયુક્ત પદની સ્થાપના 1975 ના લોકાયુક્ત અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી

(12:51 am IST)
  • સુરેન્દ્રનગર : ડે.કલેક્ટર, મામલતદાર, પોલીસ અધિકારી, ન.પા. ચીફ ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય : ધ્રાંગધ્રામાં આવતીકાલથી સપ્તાહમાં ચાર દિવસ જ વેપારીઓ વેપાર કરશે : મંગળવારથી શુક્રવાર આ ચાર દિવસ સવારે 8થી 2 સુધી વેપાર કરશે : આ સિવાય સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરશે access_time 7:03 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : પહેલીવાર મૃત્યુઆંક 1 હજારથી વધુ : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રોજ નવા રેકોર્ડ સર્જતાં કેસથી ભારે ફફડાટ : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,85,104 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,38,71,321 થઇ :એક્ટિવ કેસ 13,60,867 થયા : વધુ 82,231 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,23,32,688 સાજા થયા :વધુ 1026 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,72,115 થયો : દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ અને કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા access_time 12:45 am IST

  • પશ્ચિમ બંગાળમાં કોરોનાનો હાહાકાર : મૃત્યુઆંક મહારાષ્ટ્ર જેટલો થઇ ગયો : કોરોના પોઝિટિવ કેસમાં પણ દેશમાં ત્રીજા નંબરે : ચૂંટણી રેલી દરમિયાન કોરોના વધુ વિકર્યો હોવાનું અનુમાન : હજુ ચાર તબક્કાની ચૂંટણી બાકી હોવાથી પરિસ્થિતિ વધુ વિકટ થવાની ભીતિ access_time 12:13 pm IST