Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

દેશમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લાં 24 કલાકમાં 1.60 લાખથી વધુ નવા કેસ ,એક્ટિવ કેસ 12,59 લાખને પાર :વધુ 880 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 1.71 લાખથી વધુ

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 51,751 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 13,604 કેસ, છત્તીસગઢમાં 13,576 કેસ, દિલ્હીમાં 11,491 કેસ, કર્ણાટકમાં 9579 કેસ,, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1.60 લાખથી વધુ  નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 880 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ  સંખ્યા પણ 12,59 લાખને  પાર  પહોંચી છે એક જ દિવસમાં 1.60,694 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.36,86,073 થઇ છે છેલ્લા 24 કલાકમાં 96,727 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે 1.22,50,440 લોકોએ કોરોનાને મહાત આપી છે

મહારાષ્ટ્ર માં સૌથી વધુ 51,751 નવા કેસ નોંધાયા છે જયારે :ઉત્તર પ્રદેશમાં 13,604 કેસ, છત્તીસગઢમાં 13,576 કેસ , દિલ્હીમાં 11,491 કેસ અને  કર્ણાટકમાં 9579 કેસ નોંધાયા છે જયારે ગુજરાત અને મધ્યપ્રદેશમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા છે

(12:39 am IST)
  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST

  • અમદાવાદ સોની મહાજન વેપારીઓ બંધ પાળશે : અમદાવાદ સોની મહાજન વેપારીઓએ ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ સ્‍વયંભુ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે : સોની મહાજન કારોબારીમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો access_time 1:10 pm IST

  • ઓરિસ્સામાં કોરોના વેક્સિનની અછત : રાજ્યના 11 જિલ્લાઓમાં રસીકરણ અભિયાન સ્થગિત કરાયું : ઓરિસ્સાના 30 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં વેક્સિનની તંગીને કારણે રસીકરણ અટકી ગયું access_time 1:03 am IST