Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

IPL -2021 : દિલધડક મેચમાં પંજાબ કિંગ્સનો વિજય :સંજૂ સેમસનની આક્રમક સદી છતાં રાજસ્થાન રોયલ્સનો 4 રને પરાજય

પંજાબ કિંગ્સના 6 વિકેટ ગુમાવીને 221 રનના જવાબમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસનના શતક સાથે 20 ઓવરમાં 7 વિકેટ એ 217 રન કર્યા: ચેતન સાકરિયાએ 3 વિકેટ ડેબ્યૂ મેચમાં ઝડપી: કેએલ રાહુલે 91 રનની ઈનીંગ રમી : દિપક હૂડ્ડાએ 20 બોલમાં ફિફટી ફટકારી

IPL 2021ની સિઝનની ચોથી અને જબરદસ્ત રોમાંચક મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. કેએલ રાહુલે 91 રનની ઈનીંગ રમી હતી. જ્યારે સંજૂ સેમસને જબરદસ્ત આક્રમક શતક ફટકાર્યુ હતુ, રાજસ્થાનના ચેતન સાકરિયાએ 3 વિકેટ ડેબ્યૂ મેચમાં ઝડપી હતી. દિપક હૂડ્ડાએ 20 બોલમાં ફિફટી સાથે જબરદસ્ત આક્રમક રમત દર્શાવી હતી. 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સે 6 વિકેટ ગુમાવીને 221 રન કર્યા હતા. જેના જવાબમાં કેપ્ટન સંજૂ સેમસનના શતક સાથે 20 ઓવરમાં 7 વિકેટ એ 217 રન પર ઈનીંગ રોકાઈ ગઈ હતી. આમ દિલધડક મેચમાં 5 રનથી રોમાંચક જીત પંજાબને નસીબ થઈ હતી.

સંજૂ સેમસને જબરદસ્ત આક્રમક શતક ફટકાર્યુ હતુ. તેનુ આ ત્રીજુ શતક હતુ. આ પહેલા તેણે 2017ની સિઝનમાં શતક લગાવ્યુ હતુ. ત્યારબાદ 2019માં પણ અણનમ 102 રન સાથે શતક ફટકાર્યુ હતુ. ત્યારબાદ સિઝન 2021માં સોમવારે કરિયરનું ત્રીજુ શતક લગાવ્ય હતુ. તે અત્યાર સુધીમાં આઈપીએલની 108 મેચ રમી ચુક્યો છે. આ સાથે જ આઈપીએલમાં વ્યક્તિગત શ્રેષ્ઠ બેટીંગ સ્કોર પણ તેણે આ સાથે નોંધાવ્યો છે.

કેપ્ટન સંજૂ સેમસને કેપ્ટન ઈનીંગ રમી બતાવી હતી. કેપ્ટન તરીકેની ભૂમિકાની તેની પ્રથમ મેચમાં જ તેણે જબરદસ્ત રમત દર્શાવી હતી. સેમસને 63 બોલમાં 119 રનની ઈનીંગ રમ્યો હતો. તેને 7 છગ્ગા લગાવ્યા હતા અને 12 ચોગ્ગા લગાવ્યા હતા. વિશાળ લક્ષ્‍યાંકને પીછો કરવાની શરુઆતમાં જ પ્રથમ ઓવરમાં જ રાજસ્થાને એક રન પર જ પ્રથમ વિકેટ ગુમાવી હતી. બેન સ્ટોક્સ શૂન્ય રન પર જ શામીનો શિકાર થયો હતો. ત્યારબાદ 25 રનના સ્કોર પર મનન વહોરા 8 બોલમાં 12 રન બનાવી વિકેટ ગુમાવી હતી. જોસ બટલર 13 બોલમાં 25 રન કરીને રિચાર્ડસનના બોલ પર બોલ્ડ થયો હતો.

શુવમ દુબેએ 15 બોલમાં 23 રન ફટકાર્યા હતા. રિયાન પરાગે 11 બોલમાં 3 છગ્ગા ફટકારીને 25 રન કર્યા હતા. જ્યારે રાહુલ તેવટીયા 4 બોલમાં 2 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. અંતિમ ઓવરમાં રાજસ્થાને 13 રન કરવાની સ્થિતી પર હતુ, જ્યારે અંતિમ બોલ પર 5 રન કરવાનું લક્ષ્‍ય હતુ. આમ અંતિમ બોલ પર સંજૂએ છગ્ગો લગાવવા જતા બાઉન્ડ્રી પર કેચ ઝડપાઈ જતા મેચનુ પરીણામ પંજાબ તરફે રહ્યુ હતુ.

મહંમદ શામીએ 4 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. તેણે 33 રન આપ્યા હતા. અર્શદિપ સિંઘે 4 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ઝાય રિચાર્ડસને 4 ઓવરમાં 55 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રિલે મેરડીથે 4 ઓવરમાં 49 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મુરુગન અશ્વિને 4 ઓવરમાં 43 રન આપ્યા હતા, પરંતુ તેને વિકેટ મળી શકી નહોતી.

કે એલ રાહુલે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ટીમની બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. કેએલ રાહુલે કેપ્ટન ઈનીંગ સ્વરુપ જબરદસ્ત ઈનીંગ રમી હતી. તેણે અર્ધશતક લગાવ્યુ હતુ. રાહુલે 50 બોલમાં 91 રનની ઈનીંગ રમી હતી. મંયક અગ્રવાલ 9 બોલમાં 14 રન કરીને ચેતન સાકરિયાનો શિકાર બન્યો હતો.

ક્રિસ ગેઈલે 28 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 40 રનની ઈનીંગ રમી હતી. દિપક હુડ્ડાએ 6 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે આતશી ઈનીંગ રમી હતી. તેણે 28 બોલમાં 64 રન ફટકાર્યા હતા. જ્યારે 20 બોલમાં જ તેનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. નિકોલસ પૂરન તેનો પ્રથમ બોલ રમતા જ ક્રિસ મોરિસના બોલ પર કેચ આઉટ થયો હતો.

ચેતન સાકરિયાએ ઈનીંગની પ્રથમ અને અંતિમ ઓવર કરી હતી. તેણે ત્રણ વિકેટ પોતાની ડેબ્યૂ મેચમાં મહત્વની બોલીંગ ભૂમિકા ભજવવા સાથે નિભાવી હતી. તેણે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. આમ વિકેટ ઝડપવા સાથે અન્ય બોલરોના પ્રમાણમાં કરકસર ભરી બોલીંગ પણ કરી હતી. રાજસ્થાનના બોલીંગ આક્રમણ પર જાણે કે પંજાબના બેટ્સમેનો તુટી પડ્યા હતા.

કેપ્ટન સંજૂ સેમસને પણ તેની પ્રથમ કેપ્ટન ઈનિંગની જાણે પરિક્ષા થઈ ગઈ હતી. સેમસને એક બાદ એક 8 બોલર અજમાવી લીધા હતા. પરંતુ પંજાબ પર નિયંત્રણ થઈ શકતુ નહોતુ. ક્રિસ મોરિસે 4 ઓવરમાં 41 રન ગુમાવ્યા હતા. તેણે 2 વિકેટ ઝડપી હતી. રિયાન પરાગે એક વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશનના મુસ્તફુર રહેમાને 4 ઓવરમાં 45 રન ગુમાવ્યા હતા.

(12:14 am IST)
  • ચૈત્રી નોરતાની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન શ્રી મોદીએ આજથી 9 દિવસના ઉપવાસ શરૂ કર્યા : આ અગાઉ 2014 ની સાલમાં અમેરિકા ગયા હતા ત્યારે પણ નવરાત્રી હોવાથી ઉપવાસ કર્યા હતા : આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણી વચ્ચે ઉપવાસ ચાલુ : શક્તિના ઉપાસક શ્રી નરેન્દ્રભાઈ છેલ્લા 40 વર્ષથી બંને નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે access_time 12:43 pm IST

  • રાજકોટના જેતપુર ST વિભાગમાં છેલ્લા 10 દિવસમાં 18 કર્મીઓ કોરોના સંક્રમિત થયા : ડેપો મેનેજર, ATI, 7 ડ્રાઈવર અને 4 કંડકટર સહિત તમામ લોકોને કરાયા આઈસોલેટ access_time 11:40 pm IST

  • અમેરિકાનું ઐતિહાસિક પગલું : 11 સપ્ટેમ્બર સુધીમાં કોઈપણ શરતો વિના અફઘાનિસ્તાનથી તમામ યુએસ સૈનિકો પરત ખેંચવાનું જાહેર કરતા રાષ્ટ્રપતિ જો બાયડન : અમેરિકાએ, સૈનિકોને પરત લાવવા દરમ્યાન કોઈપણ હુમલા અંગે આતંકી તાલિબાનને 'ભયાનક પ્રતિસાદ' આપવાની ચેતવણી આપી : સૈનિકોને અફઘાનિસ્તાનથી અમેરિકા પરત લાવવા બાબતે બુધવારે રાષ્ટ્રપતિ બાયડન સંબોધન કરશે તેમ વ્હાઇટ હાઉસ પ્રવક્તાએ જણાવ્યું છે. access_time 11:18 pm IST