Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

યુ.એસ.ના ન્યૂજર્સીમાં મળી આવેલા ભારતીય મૂળના દંપતીના મૃતદેહ અંગે અનેક તર્ક વિતર્ક : ખુદ પતિએ જ પત્નીની હત્યા કરી આત્મહત્યા કરી લીધી હોવાનું સરકારી વકીલનું અનુમાન

ન્યુજર્સી : યુ.એસ.ના ન્યૂજર્સીમાં 7 એપ્રિલના રોજ ઇન્ડિયન અમેરિકન સોફ્ટવેર એન્જીનીઅર 33 વર્ષીય બાલાજી રુદ્રાવર તથા તેની પત્ની 31 વર્ષીય આરતી રુદ્રાવર  તેઓના રહેણાંકમાંથી મૃતક હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.જોકે સરકારી વકીલના મત મુજબ ખુદ પતિએ જ પત્નીની હત્યા કરી આત્મહત્યા કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે  આ ઘટના બની ત્યારે દંપતીની 4 વર્ષીય પુત્રી બાલ્કનીમાં ઉભી રહી રડી રહી હતી.તેથી પાડોશીઓએ પોલીસને ફોન કર્યો હતો.અને પોલીસના આગમન બાદ જોવા મળ્યું હતું કે દંપતીનું મૃત્યુ થયું છે.જે પૈકી પત્ની   ને 7 માસનો ગર્ભ હતો.

ઉપરોક્ત ઘટનાને ધ્યાને લઇ સ્થાનિક ભારતીયોએ દંપતીના અંતિમ સંસ્કાર માટે અને માસુમ પુત્રીના નિભાવ માટે  GoFundMe page નું આયોજન કર્યું હતું જેના થકી 10 એપ્રિલ સુધીમાં 98 હજાર ડોલર ભેગા થઇ શક્યા હતા તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:19 pm IST)