Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન રઘવાયું : દોઢ મહિનામાં 513 વખત કર્યું સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન

100થી વદુ વખત મોર્ટાર અને તોપ જેવા મોટા હથિયારોનો ઉપયોગ કર્યો

 

જમ્મુઃ બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન ભુરાયુ થયું છે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાને બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ છેલ્લા દોઢ મહિના દરમિયાન જમ્મુ-કાશ્મીર નિયંત્રણ રેખા પર લગભગ 513 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે

  . દરમિયાન જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ભારતીય સેનાની સરખામણીમાં પાંચથી ગણું વધુ નુકસાન થયું છે

 વ્હાઈટ નાઈટ કોરના જનરલ ઓફિસર ઈન કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહે રાજોરીમાં પત્રકારોને જણાવ્યું કે, પાકિસ્તાનની સેનાએ સંઘર્ષ વિરામ ઉલ્લંઘન દરમિયાન 100થી વદુ વખત મોર્ટાર અને તોપ જેવા મોટા હથિયારોનો ઉપયોગ કર્યો છે અને નિવાસી વિસ્તારોને નિશાન બનાવ્યા છે

જેઓસીએ જણાવ્યું કે, 'દોઢ મહિના દરમિયાન જમ્મુ-કાશ્મીર નિયંત્રણ રેખા પર લગભગ 513 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે પુંછમાં બે યુવતી સહિત ચાર નાગરિક ઘાયલ થયા છે.' ભારતીય સેના પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે

 

(12:36 am IST)