Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ચંદ્રાબાબુ નાયડુ દિલ્હીમાં ચૂંટણી પંચના દ્વારે ;ઉપવાસ પર ઉતરવાની ચીમકી

ચૂંટણી પંચ પીએમના ઈશારે કામ કરતુ હોવાનો આક્ષેપ :રજૂઆત છતાં પગલાં નહિ ;રાજ્યમાં 30થી 40 ટકા મશીનો ખોટવાયા

 

ચૂંટણી પંચ વડાપ્રધાનના ઇશારે કામ કરતું હોવાનો અને ચૂંટણી એક ફારસ બની રહી હોવાનો  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આક્ષેપ કર્યો છે અને ચૂંટણી પંચ સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કરવા દિલ્હી પહોંચી ગયા છે

 . તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીના પ્રથમ દિવસ ગુરૂવારે રાજ્યમાં મતદાન વખતે ૩૦ થી ૪૦ ટકા મતદાન મશીનો યોગ્ય રીતે કામ કરતા હતાઆ અંગે મે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે આમ છતાં હજુ સુધી કોઇ પગલા લેવાયા નથી. તેમણે હવે કોઇ પગલાં નહીં લેવાય તો ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી આપી છે.

  રાજ્યમાં મતદાન મશીનો યોગ્ય રીતે કામ કરતા હોવાથી ૧પ૦ મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાની માગણી કરી છે. તકે તેમણે ચૂંટણી પંચ સરકારના ઇશારે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

  તેમણે પત્રકારોને જણાવ્યું કે ચૂંટણી પંચ સ્વતંત્ર કામ કરતી સંસ્થા છે, પણ તે હાલ વડાપ્રધાન મોદી અને કેન્દૃ સરકારના ઇશારે કામ કરે છે અને અમને સહકાર આપતું નથી. તેમની સાથે વિધાનસભ્યો અને ટીડીપીના કેટલાક સિનિય આગેવાનો પણ છે.

 

(9:31 pm IST)