Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના વધુ 18 ઉમેદવારોની યાદી જાહેર :યુપીના 9,એમપીના 3 અને હરિયાણાના છ ઉમેદવારોનો સમાવેશ

ભાજપના બાગી રમાકાન્ત યાદવ ભદોહી,અને કૃષ્ણપટલને ગોડાથી લડશે :અંબાલાથી કુમારી શૈલજા,રોહતકથી દીપેન્દ્રસિંહ હુડ્ડા ગ્વાલિયરથી અશોકસિંહને ટિકિટ

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 18 ઉમેદવારોની યાદી જાહેર કરી છે  કોંગ્રેસે હરિયાણા,ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ એમ કુલ ત્રણ રાજ્યો માટે વધુ 18 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ઉત્તર પ્રદેશની 9 લોકસભા બેઠકો, મધ્યપ્રદેશની 3 સીટ અને હરિયાણાની 6 બેઠક માટે ઉમેદવારોનાં નામનું એલાન કર્યુ છે

   ભાજપના બાગી રમાકાન્ત યાદવ ભદોહી,અને કૃષ્ણપટલને ગોડાથી લડશે :જયારે  હરિયાણાની સુરક્ષિત મનાતી અંબાલા બેઠક પરથી કોંગ્રેસે કુમારી શૈલજાને ટીકિટ આપી છે. જ્યારે રોહતકથી દિપેન્દરસિંઘ હુડ્ડા પર દાવ અજમાવ્યો છે. કુમારી શૈલજા અને દીપેન્દરસિંઘ હુડ્ડા બન્ને કોંગ્રેસનાં યુવા ચહેરા છે. સિરસા બેઠક પરથી અશોક તંવરને મેદાનમાં ઉતાર્યા છે. મધ્યપ્રદેશની ત્રણ લોકસભા બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ભિંડ બેઠક પરથી દેવાશીષ જરારિયા,ગ્વાલિયરથી અશોક સિંહ અને ધાર બેઠક પરથી દિનેશ ગિરવાલ પર પસંદગી ઉતારી છે.

 

(8:53 pm IST)