Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવા ચર્ચા

કોંગ્રેસ પાર્ટી દ્વારા સક્રિય વિચારણા

વારાણસી, તા.૧૩ : દેશની સૌથી હાઈપ્રોફાઈલ યુપીની વારાણસી લોકસભા સીટને લઈને જોરદાર ચર્ચા છેડાયેલી છે. આ સીટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત લગભગ નિશ્ચિત દેખાઈ રહી છે પરંતુ અહીં ચુંટણી માહોલ પણ ખુલ રોમાંચક છે. આ સીટ ઉપર કોઈ મોદીના વિરોધમાં ઉતર્યા છે તો કોઈ સરકારની નીતિઓની સામે સંદેશો આપી રહ્યા છે. મોદીની ટક્કરમાં પૂર્વ જવાન, ૧૧૧ ખેડુતો અને એક પૂર્વ જજ પણ મેદાનમાં છે. ૨૦૧૪ની ચુંટણમાં મોદીની અહીંથી પ્રચંડ બહુમતિ સાથે જીત થઈ હતી. તે વખતે અરવિંદ કેજરીવાલે ચર્ચા જગાવી હતી પરંતુ હવે અનેક નવા અનોખા ઉમેદવારોએ ચર્ચા જગાવી છે. તમિલનાડુના ખેડુતોથી લઈને નોકરીમાંથી કાઢી મુકાયેલા લોકો પણ મેદાનમાં છે. બીજી બાજુ હવે એવું પણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસ તરફથી આ બેઠક પર પ્રિયંકા ગાંધી વાઢેરાને મેદાનમાં ઉતારવાની હિલચાલ ચાલી રહી છે. પ્રિયંકા હાલમાં જ રાજનીતિમાં સક્રિય રીતે સામેલ થયા છે અને પ્રથમ વખત ચુંટણી મેદાનમાં છે.

(7:35 pm IST)