Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

અક્ષય કુમાર સહિતના અભિનેતાઓ-અભિનેત્રીઓ લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે

બોલિવુડનો ખેલાડી અક્ષય કુમારનો જન્મ ભલે પંજાબના અમૃતસરમાં થયો હતો, પણ અધિકારીક રીતે તેની પાસે ભારતની નાગરિકતા નથી. અક્ષય કુમાર પાસે કેનેડાનો પાસપોર્ટ છે. ભારતીય નિયમો અનુસાર, એક વ્યક્તિ બે દેશોની નાગરિકતા નથી રાખી શક્તુ. તેથી અક્ષય ઈલેક્શનમાં વોટ આપવાના હકદાર નથી.

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન બ્રિટિશ નાગરિક છે અને આલિયા ભટ્ટ પાસે બ્રિટીશ પાસપોર્ટ છે. તેથી તે પણ વોટ કરી શક્તી નથી.

આ લિસ્ટમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. હકીકતમાં દિપીકાનો જન્મ ડેનમાર્કના કોપનહેગનમાં થયો હતો અને તેની પાસે ડેનિસ પાસપોર્ટ છે.

એક્ટ્રેસ કેટરીના કૈફના પિતા કાશ્મીરી છે, પણ તેનો જન્મ હોંગકોંગમાં થયો હતો. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે, તેથી તે ઈચ્છીને પણ વોટ કરી શક્તી નથી.

જેક્લીનનો જન્મ બહેરીનના મનામામાં થયો હતો, તેના પિતા શ્રીલંકન અને માતા મલેશિયાની નાગરિક છે. 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકાનો ખિતાબ જીતનાર જેક્લીને 2009માં બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. 

આમીર ખાનનો ભાણેજ ઈમરાન ખાન પણ પોતાનો વોટ આપી શક્તો નથી. તેની પાસે અમેરિકન પાસપોર્ટ છે.

એક્ટ્રેસ એમી જેક્સન પણ ભારતના ઈલેક્શનમાં વોટ કરી શક્તી નથી, કારણ કે તે બ્રિટિશ નાગરિક છે.

રણબીર કપૂરની સાથે બોલિવુડમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ નરગીસ ફકરી પણ વોટ કરી શક્તી નથી. તે અડધી ફ્રેન્ચ અને અડધી પાકિસ્તાની છે.

લાખોના દિલ પર રાજ કરનાર સની લિયોની કેનેડિયન સિટીઝનશિપ ધરાવે છે, તેથી તે પણ વોટિંગ કરી શક્તી નથી.

(4:34 pm IST)