Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

શોપિયામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુઃ હજુ પણ બે આતંકીઓ છૂપાયા હોવાની આશંકા

શ્રીનગર, તા.૧૩: જમ્મૂ-કશ્મીરમાં આજે પણ દિવસની શરૂઆત સેના અને આતંકીઓ વચ્ચે અથડામણથી જોવા મળી. આજે જમ્મૂ-કશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. ઙ્ગજેમાં આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકીઓ છૂપાયા હોવાની આશંકા બાદ સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

જેમાં સુરક્ષાબળના જવાનોને શોપિયામાં ૨ આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી છે. જો કે હજુ પણ બે આતંકીઓ છૂપાયા હોવાની સેનાને આશંકા છે, ત્યારે સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને દ્યેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ઉલ્લેખનીય છે કે દ્યાટીમાં આતંકીઓનો ખાતમો બોલાવવા માટે સુરક્ષાબળને અભિયાન હાથ ધર્યુ.

ઉલ્લેખનીય છે કે, સુરક્ષાબળના જવાનો અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એટલે કે SOGએ આતંકીઓનો ખાતમો બોલાવવા માટે સંયુકત ઓપરેશન હાથ ધર્યુ છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં શનિવારના રોજ સવારે બે આતંકીઓને ઠાર માર્યા છે. ગહંડ વિસ્તારમાં સેનાને બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી.

સેનાના જવાનોએ આતંકીઓને ચારે તરફથી ઘેરી લઇને કાર્યવાહી કરી. આ કાર્યવાહીમાં સેનાની ૩૪ આરઆર ટુકડી અને એસઓજી શોપિયા એક સાથે હતી. આતંકીઓની શોધ માટે સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

(3:46 pm IST)