Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

પીએમ કિશાન સ્કીમઃખેડૂતોના ખાતામાં ૨૦૦૦નો બીજો હપ્તો થયો જમા

આચાર સંહિતાના કારણે હાલમાં ફકત ૪.૭૬ કરોડ ખેડૂતોને જ મળશે આ સ્કીમ નો લાભ

નવી દિલ્હી, તા.૧૩: મોદી સરકારે વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ સ્કીમની ૨૦૦૦ રૂપિયાનો બીજો હપ્તો ખેડૂતોના બેન્ક ખાતામાં મોકલાવી દીધો છે. બેંકને તેના મોબાઈલ પર મેસેજ આવાનું શરૂ થઇ ગયું છે. એક ખેડૂતે અમને બીજો હપ્તો આવવાનો પુરાવો મોકલ્યો છે. ચૂંટણી પહેલા ખેડુતોના ખાતામાં ચાર-ચાર હજાર રૂપિયા પહોંચી ગયા. ગયા સપ્તાહે અમે સ્કીમના સીઈઓ વિવેક અગ્રવાલે આ વાત કહી હતી. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ૩ કરોડ ૨૭ હજાર ખેડૂતોને બીજો ભાગ આપવામાં આવશે.

 અગ્રવાલના જણાવ્યા મુજબ, ૩૧ માર્ચ સુધી ૩ કરોડ ૨૭ હજાર ખેડૂતોને પ્રથમ હપ્તો મોકલવામાં આવ્યો હતો. જયારે રજીસ્ટ્રેશન ૪.૭૬ કરોડ ખેડૂતોને થયો હતો. તેથી બાકીના લોકોને પ્રથમ હપ્તો પણ મોકલવામાં આવશે. મોદી સરતકારે ખેડૂતો સાથે જોડાયેલી તેમની સૌથી મહત્વની યોજનાઓમાંથી એક વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ સ્કીમનો બીજો હપ્તો જાહેર કરવા માટે ચૂંટણી પંચ પાસેથી મંજૂરી માંગી હતી. પંચે મંજૂરી આપીને કહ્યું હતું કે ફકત તે જ ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાનો પ્રથમ હપ્તો મોકલવામાં આવશે. જેનું રજીસ્ટ્રેશન આદર્શ આચારસંહિતા લાગુ થયા પહેલા થયું છે. કિસાન સમ્માન નિધિ યોજના, યુનિયન બજેટ ૨૦૧૯, મોદી સરકાર, કૃષિ, કિસાન કલ્યાણ, કિસાનોની આવક બેગણી, કૃષિ કર્જમાફી, કૃષિ કર્જ ફંડ, લોકસભા ચૂંટણી ૨૦૧૯ સ્કીમ હેઠળ ૬૦૦૦ રૂપિયા મળશે.

આ સ્કીમમાં ખેડૂતોને રોકડ રકમ મળી રહિ છે. તેથી તે શરૂઆતથી જ મોદી વિરોધીઓના નિશાના પર રહી છે.

(3:46 pm IST)