Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ફોર્ટમ ભારતમાં લાવી રહ્યું છે : એડવાન્સ્ડ એનઓકસ રિડકશન ટેકનોલોજી

ઉત્સર્જન ઘટાડવા માટે એનઓકસ રિડકશન ટેકનોલોજી અંગે જાગૃતતા તથા ગંભીરતાપૂર્વક વિચારણા કરવા માટે તેઓ ઔદ્યોગીક સંસ્થાઓ અને થર્મલ પ્લાન્ટ કંપનીઓને સાથે લાવી રહ્યું છે

મુંબઇ, તા.૧૩: ફોર્ટમ, એક ફિનનિશ ઉર્જા કંપની ભારતમાં લાવી રહી છે, એનઓકસ (નાઈટ્રોજન ઓકસાઈડ)માં ઘટાડાની ટેકનોલોજી, તેના નવા બિઝનેસ 'ફોર્ટમ ઇનેકસ્ટ' હેઠળ. આ પહેલના ભાગરૂપે, તેમને અનુક્રમે દિલ્હી અને મુંબઈમાં બે સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં અગ્રણી ઔદ્યોગિક નિષ્ણાંતો, નિયમનકર્તા અને પ્રદુષણ અધિકારી તથા પાવર પ્લાન્ટ કંપનીઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. આ સેમિનારનો હેતુ, ફોર્ટમની પહેલ વૈશ્વિક ટેકનોલોજી અને તેના સાકલ્યવાદી ઉકેલોની સાથે ભારતમાં તેને થર્મલ પાવર પ્લાન્ટ્સની ઓફર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

'થર્મલએ ભારતની ઉર્જામાં આગામી ૩૦ વર્ષમાં મુખ્ય આધાર તરીકે ઉભરી આવશે. કોલસા જેવા અશ્મિભૂત ઇંધણને બાળવાથી એસિડનો વરસાદ થાય છે અને તે ગ્રહને ગરમ કરવામાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરવાનો સૌથી મોટો સ્ત્રોત છે. દ્યણા દેશોએ નાઇટ્રોજન ઓકસાઈડ્સના ઉત્સર્જન પર કડક નિયંત્રણ લગાડી દિધું છે, તો, એનઓકસમાં દ્યટાડાની ટેકનોલોજીએ વ્યાપક રીતે હારમાં ઉભી છે. સ્વચ્છ ઉર્જા સ્પેકટ્રમને ધ્યાને રાખીને, ભારતે પણ તેની એનઓકસ ઉત્સર્જન મર્યાદાને તાજેતરમાં રજૂ કરી છે, જેમાં મોટા ભાગના કોલસાથી ચાલતા પ્લાન્ટમાં પ્રદુષણ નિયંત્રણ ટેકનોલોજીને સ્થાપવામાં આવી છે, એમ શ્રી સંજય અગ્રવાલ, મેનેજિંગ ડિરેકટર, ફોર્ટમ ઇન્યા કહે છે.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અમારા નિષ્ણાંતો ઓછા એનઓકસના દહનની નવીનીકરણની યોજનાઓ તથા અમલીકરણ કરી રહ્યા છે. અમે અમારા નવીનતમ સમય અને ખર્ચ બચત એનઓકસ ટેકનોલોજીને ભારતમાં લાવવા માંગીએ છીએ જે ઉત્સર્જનને ઓછું કરવામાં મદદ કરશે, તેનાથી ભારતના સ્થિર ધ્યેયોને સહાય કરશે.(૨૩.૯)

 

(3:44 pm IST)