Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વન બેલ્ટ વન રોડ પ્રોજેકટના નામે ચીનની વિશ્વભરમાં નૌકાદળની શકિતનો ફેલાવો કરવાની મેલી નીતિ

વોશિંગ્ટન, તા.૧૩ : વન બેલ્ટ વન રોડ ઈનિશિયેટિવ પ્રોજેકટના નામે ચીન દુનિયાભરમાં લશ્કરી જાળ બિછાવે છે. આ પ્રોજેકટના બહાને ચીન શકિતશાળી નૌકાદળ સર્જવાની મહાત્વાકાંક્ષા સેવી રહ્યું છે. એવો અહેવાલ અમેરિકન નૌકાદળના વડાએ અમેરિકી કોંગ્રેસને ઔઆપ્યો હતો.

અમેરિકન નૌકાદળના વડા જહોન રિચાર્ડસન અમેરિકન કોંગ્રેસ સમક્ષને અમેરિકન નૌકાદળના સંદર્ભમાં અહેવાલ આપ્યો હતો. એ અહેવાલમાં ચીની નૌકાદળની મહાત્વાકાંક્ષા બાબતે નિર્દેશ કરવામાં આવ્યો હતો.

ચીનની સરખામણી એનાકોન્ડા સાથે કરીને અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે વન બેલ્ટ વન રોડ પ્રોજેકટના નામે ચીન વિશ્વભરમાં નૌકાદળની શકિતનો ફેલાવો કરવાની મેલી નીતિ ધરાવે છે.

અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે આ પ્રોજેકટના બહાને ચીન અલગથી નૌસેના બનાવી રહ્યું છે અને તેનો ફેલાવો એશિયા, આફ્રિકા, યુરોપ સુધી હોવાના કારણે ભવિષ્યમાં ચીન આ રસ્તાનો લશ્કરી ઉપયોગ કરી શકે છે. તેના કારણે અમેરિકા અને સાથી દેશો ઉપર ખતરો આવી શકે છે.

એનાકોન્ડા સાથે સરખામણી કરીને અમેરિકાએ ચીનની વિસ્તારવાદી નીતિના સંદર્ભમાં કહ્યું હતું કે જેમ એનાકોન્ડા શિકાર કરે છે, તેમ ચીન અત્યારે નાના દેશોને સહાય આપીને ભવિષ્યમાં સમગ્ર કબજો આ પ્રોજેકટ ઉપર કરી લેશે અને પછી તેનો સંરક્ષણ હેતુમાં ઉપયોગ કરશે.

આર્થિક સહાય કરીને ચીન આવા દેશો ઉપર પ્રભાવ પાથરી રહ્યું છે ને વધુ શકિતશાળી સત્ત્।ા તરીકે પોતાની જાતને પેશ કરી રહ્યું છે. અધિકારીએ આ પ્રોજેકટને ચીનની આર્થિક, સૈન્ય અને સામાજિક તાકાત વધારવા માટેની વ્યૂહરચના ગણાવી હતી.(૩૭.૧૪)

(3:41 pm IST)