Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

રામચરિત માનસ મહાન રત્ન છેઃ પૂ. મોરારીબાપુ

ઉત્તર પ્રદેશમાં આયોજીત 'માનસ રત્નાવલી' શ્રીરામ કથા કાલે વિરામ લેશે

રાજકોટ તા.૧૩: ''શ્રીરામ ચરિત માનસએ મહાન રત્ન છે'' તેમ પૂ.મોરારીબાપુએ ઉત્તરપ્રદેશમા આયોજીત ''માનસ રત્નાવલી'' શ્રીરામકથાના આઠમા દિવસે કહ્યુ હતું. કાલે શ્રીરામકથા વિરામ લેશે.

શ્રીરામકથામાં કાલે પૂ.મોરારીબાપુએ કહ્યુ કે વ્યકિતના જીવનમાં આઠ પ્રકારની શુદ્ધિ હોય તો એ પણ જીવનની સિદ્ધિ માનજો. આ આઠ શુદ્ધિ જરૂરી છે. વાણીવચનની શુદ્ધિ, મનની શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ-એના ુપાયા છે ધ્યાન, યોગ અને પ્રેમમાર્ગથી ચિતશુદ્ધિ થાય છે. અહંકાર શુદ્ધિ,કર્મશુદ્ધિ-કોઇપણ કર્મ પ્રેમમય થાય તો જીવન સાર્થક છે. કથા કહેવી એ પણ એક કર્મ છે. વિતરણ અને નિંદા તરફ અરૂચી-આમ આ આઠ પ્રકારની શુદ્ધિ આપણા જીવનમાં જરુરી છે.

સોમવારથી અસ્મિતા પર્વ-હનુમાન જયંતિ ઉજવાશેઃ ર૦ મીથી આફ્રિકામાં શ્રીરામકથા

રાજકોટ તા. ૧૩ :.. પૂ. મોરારીબાપુની અધ્યક્ષતામાં તા. ૧પ ને સોમવારથી ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે આવેલ શ્રી કૈલાસ ગુરૂકુળ ખાતે અસ્મિતા પર્વ તથા શ્રી હનુમાન જયંતીની ઉજવણી કરાશે.

પૂ. મોરારીબાપુના વ્યાસાસને તા. ર૦ થી ર૮ સુધી દક્ષિણ આફ્રિકાના રવાન્ડામાં આવેલ કિગાલી કન્વેન્શન સેન્ટર, રેડિશન બ્લુ હોટેલ ખાતે શ્રીરામ કથાનું આયોજન  કરવામાં આવ્યું છે.

(3:40 pm IST)