Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

100મી વર્ષગાંઠ પર જલિયાંવાલા બાગ પહોંચ્યા રાહુલ ગાંધી : શહીદોને આપી શ્રદ્ધાંજલિ

અમૃતસરના જલિયાંવાલા બાગના નરસંહાર કાંડને આજે એટલે કે શનિવારે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ત્યારે અહીં એક ખાસ કાર્યક્રમ થનાર છે, જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે

 . આ કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને પંજાબના રાજ્યપાલ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે સવારે અમૃતસર પહોંચી ગયા છે અને તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમની સાથે હાજર રહ્યા.

   શુક્રવારે મોડી રાત્રે અમૃતસર પહોંચેલ રાહુલ ગાંધીએ શ્રી અકાલ તખ્ત ગોલ્ડન ટેમ્પલમાં શીશ ઝુકાવ્યું. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ હાજર રહ્યા. શનિવારે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અવસર પર શહીદોની યાદમાં સિક્કા અને ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવશે.

(12:01 pm IST)