Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કર્યા ભોગવે છે પાકિસ્તાનઃ ૧ લિટર દુધનો ભાવ થઇ ગયો ૧૨૦થી ૧૮૦રૂ.

શાસકોએ ધ્યાન ત્રાસવાદીઓ તરફ જ આપ્યે રાખતા પ્રજા હેરાન-પરેશાન

ઇસ્લામબાદ, તા.૧૩: પાકિસ્તાનીઓની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ લેતી નથી. મોંદ્યવારીને કારણે શાકભાજી, પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે ત્યારે હવે દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેનો લોકો વિરોધ કરી રહ્યા છે.

કરાચી ડેરી ફાર્મર્સ એસોસિએશનને અચાનક દૂધના ભાવમાં ૨૩ રૂપિયા પ્રતિ લિટર વધારો કરી દીધો છે. હવે દૂધનો ભાવ ૧૨૦ રૂપિયા લિટર પહોંચી ગયો છે. તેમજ છૂટક માર્કેટમાં દૂધ ૧૦૦થી ૧૮૦ રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની રૂપિયાની વેલ્યૂ ભારતીય રૂપિયા કરતા અડધી થઈ ગઈ છે. મોંદ્યવારીને કારણે પાકિસ્તાની લોકો ખૂબ જ ગુસ્સે છે. પાકિસ્તાની સમાચારપત્ર ડૉન અનુસાર, અસોસિએશને કહ્યું કે સરકારને તેમણે પહેલા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા તેમણે જાતે જ ભાવ વધારાનો નિર્ણય કરવો પડ્યો.

(11:34 am IST)