Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

પાટણ લોકસભા બેઠક કોંગ્રેસ-ભાજપ માટે બળાબળના પારખા રૂપ : બંને પક્ષે નફા-નુકશાનના સમીકરણ

પાટણ બેઠક કોંગ્રેસની પરંપરાગત ગણાય છે, પરંતુ અલ્પેશ ઠાકોર અને જોધાજીએ સમીકરણો બદલી નાખ્યા છે : બીજી બાજુ ભાજપના ભરત ડાભી માટે પાટણ- હારીજ - રાધનપુર - સમી - કાંકરેજ- સાંતલપુર વિસ્તાર સાવ નવોઃ ક્ષત્રિય સેનાના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે કોંગ્રેસને રામ - રામ કરતાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે : ભાજપે ચાલુ કેબીનેટ મંત્રી દિલીપ ઠાકોરને મૂકવાનું વલણ બનાવ્યુ'તું પણ તેમણે ના પાડતા મતક્ષેત્રમાં નવા ગણાતા ભરતસિંહ ડાભી માટે ચઢાણ સરળ નહિં રહે : પાટણ બેઠક ઉપર જ્ઞાતી વાઈસ મતદારો અંદાજે ૧૮ લાખ : જેમાં ઠાકોરનું સૌથી વધુ પ્રભુત્વ : ભાજપના ઉમેદવાર ભરત ડાભી અને કોંગ્રેસના જગદીશ ઠાકોર માટે પોતાના જ સમાજના મતદારોને રિઝવવા ખાંડા ખખડાવવા સમાનઃ ઠાકોર સમાજના ૪ાા લાખ મતદારોઃ કોંગ્રેસના જગદીશ ઠાકોર સમગ્ર વિસ્તારમાં ગ્રાઉન્ડ લેવલના વ્યકિત તરીકે માનીતા છે : સાથોસાથ જિલ્લામાં દુષ્કાળના ઓછાયા વચ્ચે પીવાના પાણી, ઘાસચારાની તકલીફ, નર્મદા કેનાલમાં પાણી નહિં છોડાતા પ્રજા અને ખેડૂતો ત્રસ્તઃ.... આ મુદ્દા ભાજપ વિરૂદ્ધ જઈ શકેઃ બળબળતો ઉનાળો અને પાણી માટે વલખતી પ્રજા - ઢોરઢાંખરની રાખ રખાવટની જવાબદારી મતદાન માટે મતદારોના ઉત્સાહમાં બાધારૂપ બની શકે : ૧% વધુ કે ૧% ઓછું મતદાન ગણતરીઓ ઉંધી

રાજકોટ, તા. ૧૩ : ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા બેઠક મહત્વની છે. ભારે ગરમી, રાજસ્થાન બોર્ડરને લગતું વિશાળ ક્ષેત્ર અને દુષ્કાળની પરિસ્થિતિ આ બેઠકોને અસરકર્તા છે. નોર્થ ગુજરાત ડેરી ઈન્ડસ્ટ્રી માટે જાણીતું છે. બનાસ નદી આ વિસ્તારના ઢોર - ઢાંખરને પાલવી એશિયાભરમાં દૂધની પ્રોડકટમાં બનાસ ડેરીનો ડંકો વગાડે છે. આ વિસ્તારમાં વધુમાં વધુ સૂર્યપ્રકાશ રહેતો હોવાથી સરકાર દ્વારા ઘણા સમયથી સોલાર ઉર્જાને અપાતી અગ્રતા બાદ સોલાર પ્રોજેકટ પણ ઉભા થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતની બેઠકો પૈકી  પાટણ બેઠકના લેખાજોખા રજૂ કરી રહ્યા છીએ. સોશ્યલ મીડિયામાં દિવસથી રાત સુધી ચાલતા કુપ્રચાર અને જમીની વાસ્તવિકતા વચ્ચે હાથી - ઘોડાનો ફેર  છે.  'અકિલા' તેમના વાંચકો માટે આંકડાકીય માહિતી સાથે વર્તમાન સ્થિતિનો ચિતાર આપી રહ્યુ છે. મતદારોને પોતાનો કિંમતી અને પવિત્ર મત કોને આપવો (?) તે નક્કી કરવામાં આ માહિતી મદદરૂપ થઈ શકે તેવી કોશિષ છે.

પાટણ બેઠક

પાટણ લોકસભાની બેઠક ઉપર કુલ ૧૮,૦૫,૨૨૩   મતદારો છે. જેમાં પુરૂષ મતદારો ૯,૩૬,૮૧૮ અને સ્ત્રી મતદારો ૮,૮૮,૩૮૪ છે.

ક્ષત્રીય સેનાના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેેસમાંથી રાજીનામું આપ્યું છે. પુર્વ ધારાસભ્ય જોઘાજી ઠાકોરે પણ કોંગ્રેસને રામ રામ કર્યા છે, જેને લઈ  કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. બે રાજીનામાથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસ માટે જીતની બાજી સમી હતી પણ   એક ધારાસભ્ય અને એક પુવ ર્ધારાસભ્યના રાજીનામા કોંગ્રેસને કેટલુ નુકશાન કરશે.? એ સમય બતાવશે.

પાટણ લોકસભાની બેઠક ઉપર શરૂથી જ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારની પસંદગી ઘોચમાં પડી હતી. એકતરફ કોંગ્રેસમા ક્ષત્રીય સેનાના  સ્થાનીક ઉમેદવાર મુકવાની માંગ કરી જગદીશ ઠાકોરનો વિરોધ થઈ રહ્યો હતો. રીસામણા-મનામણા અને ફરી રીસામણોએ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે માટે મુશ્કેલી સર્જી દીધી છે. બીજીતરફ ભાજપાએ ચાલુ કેબીનેટ મંત્રીશ્રી દિલીપ ઠાકોરને ઉમેદવાર તરીકે મુકવાનુ મન બનાવ્યુ હતુ પણ દિલીપભાઈ ઠાકોરે ચૂંટણી લડવા ઈન્કાર કરતા ખેરાલુના ધારાસભ્યશ્રી ભરતસિંહ ડાભીને ભાજપે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.  જેમના માટે પાટણ- હારીજ- રાધનપુર- સમી- કાંકરેજ-સાંતલપુર  વિસ્તાર નવો છે અને મતદારો માટે પણ તેઓ નવા છે. આ મુદ્દા તેમના માટે પણ કપરા ચઢાણરૂપ છે. ઉનાળાની કાળ ઝાળ ગરમી, રણ વિસ્તાર  વિધાનસભાની બેઠકનો ખુબ જ વિપરીત અને ભૌગોલિક દ્રષ્ટિએ અટપટો છે. બીજીતરફ ભાજપના સાંસદ લીલાધર વાઘેલાની પાંચ વર્ષની કામગીરીથી પ્રજા નારાજ જણાય છે. ભાજપે ભરત ડાભીને નવા ઉમેદવાર મુકયા છે. જયારે કોંગ્રેસના જગદીશ ઠાકોર પુર્વ સાંસદ છે અને ઘણા વિસ્તારોમાં મતદારોથી સીધો સંપર્ક ધરાવે છે. ત્રીજીતરફ પાટણ જીલ્લામાં દુષ્કાળના ઓછાયા પથરાઈ ચુકયા છે. પીવાના પાણી અને ઘાસચારાની પશુધન માટે તકલીફ છે. લોકો દુષ્કાળના કારણે હીજરત કરી રહ્યા છે. આ ઉપરાંત  નર્મદા કેનાલમાં સરકારે પાણી ન છોડતા પ્રજામાં રોષની લાગણી ફેલાઈ છે. ચાણસ્મા- રાધનપુર રોડ ફોરલેનની માંગણી અધ્ધર ચઢાવી દીધી છે. હારીજમાં ૪૦ વર્ષ જેટલી જૂની માંગણી હોવા છતા જી.આઈ.ડી.સી.ની સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. આવા અનેક પ્રશ્નોએ મતદારો ઉમેદવારોને સીધા સવાલ કરી મુંઝવી રહ્યા છે. ભાજપ- કોંગ્રેસનો  સીધો જંગ અને ૧૦ બીજા ઉમેદવારોથી કોને કેટલુ  નુકશાન પહોંચી શકે છે(?) તે પરિણામો બતાવશે.

ભાજપના ઉમેદવાર ભરતસિંહએ ચૂંટણી ફોર્મમાં અટક ડાભી લખાવી ;  પ્રચાર સાહિત્યમાં ભરતસિંહ ઠાકોર બન્યા!

પાટણ : આ વર્ષે કોંગ્રેસના જગદીશ ઠાકોર સામે પાટણ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ભરતસિંહ ડાભીને ઉતારાયા છે. આ બેઠક ઉપર ઠાકોર મતદારો ૪ાા લાખથી વધુ છે. જે જગદીશ ઠાકોર તરફે નમતુ પલ્લુ ગણાય છે. ભરતસિંહ ડાભીના પિતાશ્રી ૬ થી ૭ વખત ચૂંટણી લડ્યા ત્યારે તેઓ તેમના નામ પાછળ ઠાકોર લખાવતા હતા. પરંતુ ભરતસિંહએ પોતાના નામ પાછળ ડાભી લખાવવાનું શરૂ કર્યુ છે. પાટણ મતક્ષેત્રમાં ઠાકોર સમાજમાં પણ બે કોમ્યુનિટીનું અસ્તિત્વ અલગ રહેલુ છે. ભરતસિંહએ પોતાનું નામાંકન ડાભી તરીકે રજૂ કર્યા બાદ પ્રચાર સાહિત્યમાં તેમના નામ પાછળ ઠાકોર લખાવવાનું વલણ અખત્યાર કર્યુ છે. જે મતદારોને રિઝવવાની 'ટેકટીક' રૂપ ગણાવાય રહ્યું છે.

૧૯૬૨થી ૨૦૦૪ સુધી ૪૨ વર્ષ પાટણ બેઠક અનામત રહીઃ ૨૦૦૯થી સામાન્ય બની

 ૧૯૫૭ થી ૧૯૬૨ સુધી પાટણ બેઠક અનામત બેઠક રહી હતી  ૨૦૦૯થી આ બેઠક સામાન્ય થઈ અને સૌપ્રથમ કોંગ્રેસના જગદીશ ઠાકોર ચૂંટાયા  ૨૦૧૪ની ટર્મમાં ભાજપના લીલાધર વાઘેલા અને ભાવસિંહ ઠાકોર વચ્ચે જંગ ખેલાયો જેમાં ભાજપના લીલાધર વાઘેલા ૧.૮૩ લાખથી વધુ મત મેળવી ચૂંટાયા  તેમની કામગીરીનું સરવૈયુ પક્ષ કે મતદારો માટે નિષ્ફળ રહેલુ ગણાય છે  ૨૦૧૯માં તેમનું પત્તુ કપાયુ અને ભાજપના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને ભાજપે જંગમાં ઉતાર્યા છે  સામે બળુકા અને મતદારોના માનીતા ગણાતા કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર મેદાનમાં છે

ક્રમ

સમાજ

મતદારો લાખ/ હજાર

ઠાકોર

૪,૪૮,૦૦૦

પટેલ

૧,૧૮,૦૦૦

દલીત

૧,૭૧,૦૦૦

મુસ્લિમ

૧,૮૨,૦૦૦

રબારી

૯૮,૦૦૦

ચૌધરી

૧,૧૭,૫૮૧

પ્રજાપતિ

૫૯,૦૦૦

બ્રાહ્મણ

૫૧,૦૦૦

દરબાર

૧,૩૪,૧૮૦

૧૦

રાવળ

૩૬,૦૦૦

૧૧

નાડોદા

૨૧,૦૦૦

૧૨

ભરવાડ

૧૧,૦૦૦

૧૩

દેવીપૂજક

૨૮,૦૦૦

૧૪

પંચાલ સુથાર

૨૬,૦૦૦

૧૫

મોદી

૧૦,૩૧૪

૧૬

આહિર

૧૬,૦૦૦

૧૭

ઠક્કર

૧૭,૦૦૦

૧૮

નાઈ

૧૪,૦૦૦

૧૯

આદિવાસી

૫,૦૦૦

૨૦

ગૌસ્વામી

૮,૦૦૦

૨૧

નિરાશ્રીત ઠાકોર

૯,૦૦૦

૨૨

ગઢવી

૧,૬૦૦

૨૩

દરજી

૯,૦૦૦

૨૪

જૈન

૬,૦૦૦

૨૫

વાદી

૨,૦૦૦

૨૬

બજાણીયા

૨,૦૦૦

૨૭

સોની

૩,૦૦૦

૨૮

સીંધી

૪,૦૦૦

૨૯

બારોટ

૩,૦૦૦

૩૦

અન્ય મતદારો

૩૩,૦૦૦

આંકડાકીય  ગ્રાફીકસ 'ડેટલાઈન ગુજરાત'ના હિમાંશુ ભાયાણીના સૌજન્યથી

મો.૯૮૨૫૦ ૬૯૯૨૪

પાટણ બેઠકની સ્થાનિક સ્થિતિનો ચિતાર :-

જયંતિભાઈ ઠક્કર

:: અહેવાલ ::

જયદેવસિંહ જાડેજા

(1:24 pm IST)