Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સ્કૂલના શિક્ષકો બાળકોને ટયુશન ન આપે

મદ્રાસ હાઇ કોર્ટનો આદેશ

ચેન્નાઇ તા.૧૩: સ્કૂલ અને કોલેજના શિક્ષકો જો સ્કૂલના ટાઇમિંગ પછી ટયુશન ભણાવે છે તો એ સંપૂર્ણ રીતે અયોગ્ય છે. મદ્રાસ હાઇકોર્ટે એક આદેશમાં જણાવ્યું કે સ્કૂલ અને કોલેજનાં શિક્ષકો જો કોઇ વેપાર કરે છે અથવા ટયુશન ભણાવે છે તો તે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. કોર્ટે કહ્યું કે સ્કૂલના ટાઇમિંગ પછી આ પ્રકારનું કોઇ પણ કાર્ય યોગ્ય નથી. આ તમામ બાબતોને જોતાં રાજ્ય સરકારને આદેશ અપાયા છે કે તેઓ એક હેલ્પલાઇન તૈયાર કરવાની સાથે સ્કૂલોમાં એને ડિસ્પ્લે પણ કરે.

ઉપલબ્ધ કરાયેલી હેલ્પલાઇન દ્વારા માતા-પિતા અને બાળકો આવા કિસ્સાઓ અને જાતીય શોષણ જેવા મુદ્દાઓ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. કોર્ટે કહ્યુ઼ કે એકવાર ફરિયાદ નોંધાયાના ૨૪ કલાકની અંદર રાજ્ય સરકારે કાર્યવાહી કરવી પડશે.

એક કોર્પોરેશન સ્કૂલના પ્રિન્સિપાલ આર.રંગનાથન તરફથી દાખલ કરાયેલી અરજી પણ સુનાવણી કરતાં જસ્ટિસ એેસ. એન. સુબ્રમણ્યમે આ આદેશ જારી કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આર. રંગનાથને વર્તમાન સ્કૂલથી બે કિલોમીટરના અંતર પર આવેલી સ્કૂલમાં પોતાની બદલીને પડકારતાં આ અરજી દાખલ કરી હતી.

સરકારી સ્કૂલમાં શિક્ષકોની અનુસશાસનહિનતાને જોતંા જ્જે કહ્યું કે સમાજ પ્રત્યે શિક્ષકોની જવાબદારી વધુ છે. એ વાતને અનુભવ્યા વગર શિક્ષક આ પ્રકારની બિનજરૂરી અરજીઓ દાખલ કરે છે.

(10:32 am IST)