Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના વધુ 7 ઉમેદવારોની યાદી જાહેર :ગુનાથી જ્યોતિરાદિત્ય સિંઘિયાને લડશે ચૂંટણી

આનંદપુર સાહેબથી મનીષ તિવારી અને સંગરૂરથી કેવલ સિંહ ઢિલ્લોને મેદાનમાં ઉતાર્યા

 

નવી દિલ્હી :કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાટે ચાર રાજ્યોમાં સાત ઉમેદવારની યાદી જાહેર કરી છે  કોંગ્રેસ પાર્ટીએ બિહારના વાલ્મીકિનગર લોકસભા સીટથી શાશ્વત કેદારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે, જમ્મુ અને કાશ્મીરના લદ્દાખ સંસદીય વિસ્તારમાં રીગજિંગ સપલબર ચૂંટણી જંગમાં ઉતાર્યા. આજ રીતે મધ્યપ્રદેશની ગુના, વિદિશા અને રાજગઢ લોકસભા સીટથી ક્રમશ જ્યોતિરાદિત્ય સિંઘિયા, શૈલેન્દ્ર પટેલ અને મોના સસ્ટાની ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પંજાબના આનંદપુર સાહેબથી મનીષ તિવારી અને સંગરૂરથી કેવલ સિંહ ઢિલ્લોને મેદાનમાં ઉતાર્યા છે.

  26 માર્ચે કોંગ્રેસે છત્તીસગઢ, ગોવા, અને દમણ-દીવ માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. છત્તીસગઢની કોરબા અને દુર્ગ લોકસભા સીટથી ક્રમશ જ્યોત્સના મહંત અન પ્રતિમા ચંદ્રાકરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ઉત્તરી ગોવાથી ગિરીશ ચોડાંકર, દક્ષિણ ગોલાથી ફ્રેંસિસ્કો સરડિન્હા અને દમન-દીવથી કેતન પટેલને ચૂંટણી મોદાનામં ઉતારવામાં આવ્યા હતા.

(12:00 am IST)