Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

પ્રથમ તબક્કામાં મતદાન બાદ જીતના ભાજપ-કોંગ્રેસના દાવા

૨૦૧૪ની સરખામણીમાં એકંદરે ઓછું મતદાન : ઉત્તરપ્રદેશ અને બિહાર તેમજ મહારાષ્ટ્રમાં ૨૦૧૪ કરતા ઓછુ મતદાન થતાં તર્કવિતર્કોનો દોર : સસ્પેન્સની સ્થિતિ

નવી દિલ્હી,તા. ૧૨ : ૨૦ રાજ્યોને આવરી લેતી લોકસભાની ૯૧ સીટ ઉપર પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ગણતરીનો દોર શરૂ થઇ ગયો છે. માહોલ કયા તરફી હતો તેને લઇને ચર્ચા ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાનીરીતે દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ અંગે કોઇપણ નક્કરપણે કહેવાની સ્થિતિમાં નથી. પરિણામ આવ્યા બાદ જ કોની સરકાર બનશે તે અંગે જાણી શકાશે પરંતુ એકંદરે જોરદાર જાગૃત્તિ ઝુંબેશ ચાલી હોવા છતાં ૨૦૧૯માં મોટાભાગે પ્રમાણમાં ઓછું મતદાન નોંધાયું છે. આને લઇને પણ રાજકીય પંડિતો કોઇ વાત કરવાની સ્થિતિમાં નથી. જો કે પોતપોતાના દાવા કરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશની આઠ સીટ ઉપર આ વખતે ૬૩.૭ ટકા મતદાન થયું છે જે ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે ૬૫.૬ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. આવી જ રીતે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં ઓછું મતદાન થયું છે. અહીં ૨૦૧૪માં ૬૩.૮ ટકા જ્યારે આ વખતે ૫૬ ટકા જેટલું મતદાન થયું છે. મોટાભાગના રાજ્યોમાં અગાઉની સરખામણીમાં ઓછા મતદાન સાથે હિલચાલ શરૂ થઇ ચુકી છે. મોટાભાગના પક્ષો પોતપોતાના જીતના દાવા કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં આઠ બેઠકો ઉપર પ્રથમ તબક્કામાં મતદાન થયું છે. દક્ષિણ ભારતની સીટો ઉપર પણ આવી જ સ્થિતિ રહી છે. કેટલાક પંડિતો એમ પણ કહે છે કે, ઉંચા મતદાનની સ્થિતિમાં ભાજપને ફાયદો થાય છે જ્યારે આની વિરુદ્ધમાં કેટલાક પરિણામો રહી ચુક્યા છે. વિતેલા વર્ષોમાં ઓછા મતદાનની સ્થિતિમાં પણ શાસક પક્ષની જીત થઇ છે જેથી કોઇપણ પ્રકારની ગણતરી અને અંદાજ કરવાની બાબત યોગ્ય રહેશે નહીં. એક તબક્કાના મતદાન બાદ જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા ઉંચા મતદાનની ખાતરી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી પોતે પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા લોકોને કહ્યું હતું. સાથે સાથે ચૂંટણી પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આમા લાગેલી છે. જાગૃત મતદારો પણ અન્યોને મતદાન માટે અપીલ કરતા રહે છે પરંતુ પ્રથમ તબક્કામાં મતદાનથી નિરાશા હાથ લાગી છે અને પ્રમાણમાં ઓછુ મતદાન થયું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે. બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે.

ક્યાં કેટલું મતદાન થયું

ચૂંટણી પંચે આંકડા જારી કર્યા

નવી દિલ્હી, તા. ૧૨ : ૨૦ રાજ્યોને આવરી લેતી લોકસભાની ૯૧ સીટ ઉપર પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ગણતરીનો દોર શરૂ થઇ ગયો છે. માહોલ કયા તરફી હતો તેને લઇને ચર્ચા ચાલી રહી છે. ભાજપ અને કોેંગ્રેસ દ્વારા પોતપોતાનીરીતે દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ અંગે કોઇપણ નક્કરપણે કહેવાની સ્થિતિમાં નથી. ક્યા કેટલું મતદાન થયું તે અંગે ચૂંટણી પંચે સત્તાવાર આંકડા જારી કર્યા છે જે નીચે મુજબ છે.

રાજ્ય

સીટ

મતદાન

મતદાન

 

 

(૨૦૧૯)

(૨૦૧૪)

ત્રિપુરા

૮૧.૮

૮૫.૪

બંગાળ

૮૧

૮૨.૭

મણિપુર

૭૮.૨

૮૪.૧

નાગાલેન્ડ

૭૮

૮૭.૮

આંદામાન

૭૦.૭

૭૦.૬

સિક્કિમ

૬૯

૮૦.૮

આસામ

૬૮

૭૮.૬

ઓરિસ્સા

૬૮

૭૪.૬

મેઘાલય

૬૭.૨

૬૮.૮

આંધ્રપ્રદેશ

૨૫

૬૬

૭૮.૩

અરુણાચલ

૬૬

૭૬.૬

લક્ષ્યદ્વીપ

૬૬

૮૬.૬

ઉત્તરપ્રદેશ

૬૩.૭

૬૫.૬

તેલંગાણા

૧૭

૬૦

૬૮.૮

મિઝોરમ

૬૦

૬૦.૭

ઉત્તરાખંડ

૫૭.૯

૬૧.૪

મહારાષ્ટ્ર

૫૬

૬૩.૮

છત્તીસગઢ

૫૬

૫૯.૩

કાશ્મીર

૫૪.૫

૫૬.૬

બિહાર

૫૦

૫૧.૮

(12:00 am IST)