Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

દિલ્હી હિંસા મામલે નવો ધડાકોઃ માત્ર ૪ દિવસ માટે ખુલ્યા'તા ૬૦થી વધુ સોશ્યલ મીડિયા એકાઉન્ટ

નવી દિલ્હીઃ દિલ્હી હિંસાની તપાસ કરતી એસઆઈટીનો સનસનીખેજ ખુલાસોઃ સોશ્યલ મીડીયાના ૧૦૦થી વધુ એકાઉન્ટથી ભડકાઉ પોસ્ટ એપલોડ થઈ હતીઃ આમાથી વિવિધ પ્લેટફોર્મવાળા ૬૦ એકાઉન્ટ તો માત્ર ૪ દિવસ માટે જ ખોલવામાં આવ્યા હતાઃ આ ૬૦ એકાઉન્ટ ૨૨ ફેબ્રુઆરીએ ખુલ્યા હતા જે ૨૬મી સુધી એકટીવ રહ્યા હતા જે પછી બંધ થઈ ગયા હતાઃ આનાથી શંકા વધી જાય છે કે આ એકાઉન્ટને તોફાનો દરમિયાન ભડકાઉ સામગ્રી અપલોડ કરવા માટે જ ખોલવામાં આવ્યા હતાઃ આ એકાઉન્ટ લગભગ એક જ વિસ્તારથી અને એક જ ગ્રુપ દ્વારા ખોલવામાં આવ્યા હતા જેની તપાસ શરૂ થઈ હતી

(10:35 am IST)