Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

ઉતરપ્રદેશના સોનભદ્રમાં ચક્રવાતી તોફાનનો હાહાકારઃ ૧૦ ગ્રામીણ ઘાયલ, સંખ્‍યાબંધ મકાનો જમીનદોસ્‍ત

ઉતરપ્રદેશના સોનભદ્ર જિલ્લાની ઘોરાવલ તહસીલ ક્ષેત્રના ઘણા ગામોમાં બુધવાર રાતના આવેલ ચક્રવાતી તોફાનએ હાહાકાર મચાવી દીધો. તોફાન દરમ્‍યાન પડતા ઝાડોની ઝપટમાં આવી ઓછામા ઓછા ૧૦ ગ્રામીણ ઘાયલ થયા. અને ડઝનબંધ મકાનો જમીનદોસ્‍ત થયા.

ઘોરાવલ તહસીલના ઉપજિલ્લાધિકારી પ્રકાશચંદ્રએ ગુરુવારના બતાવ્‍યુ કે બુધવારની રાત્રે આવેલ ચક્રવાતી તોફાનથી સેંકડો ઝાડ પડી ગયા છે. અને ઘણા ઘર જમીનદોસ્‍ત થયા છે. આમ ચક્રવાતી તોફાનમા સૌથી વધારે બેલાહી, સતોહા, પેઢ, કરમદા, તિલૌલી, ઇમલીપુર, નકબઇ વગેરે ઘણા ગામોમાં ઘર પડી ગયા છે. જેમાં ૧૦ ગ્રામીણ ઘાયલ થયા છે. એમને સારવાર માટે સરકારી દવાખાનામાં દાખલ કર્યા છે. નુકસાનીનો અંદાજ કાઢવામા આવી રહ્યો છે. આ પછી સરકારી મદદથી આની ભરપાઇ કરવામાં આવશે.

જયારે વિજળી વિભાગના અધિકારીએ જણાવ્‍યું કે આ તોફાનથી પેઢ ગામમાં ૭૬પ કેવી પાવર ટ્રાન્‍સમીશનનુ ટાવર ધ્‍વસ્‍ત થયુ. લાખો રુપિયાના નુકશાનનો અંદાજ છે.

(12:00 am IST)