Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

'દલિત, બ્રાહ્મણ, યાદવ, મુસ્લિમમાં ભાઇચારો : તેની આગળ બધા હાર્યા' : BSPનું નવું સ્લોગન

નવી દિલ્હી તા. ૧૩ : લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ બધી પાર્ટિઓ હવે સુપર એકિટવ થઇને કામ કરી રહી છે. ભાજપની ચૂંટણી જંગમાં હરાવી દેવા માટે પ્રત્યેક રાજકીય પાર્ટીઓ પોતા-પોતાના એજન્ડા પર કામ કરી રહ્યાં છે. ચૂંટણીમા દરેક સંભવ પ્રયત્ન કરવા બીએસપી પણ ભાજપને હરાવી દેવા માટે તૈયારી કરી રહી છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે બીએસપીએ પહેલી વખત વોર રૂમ તૈયાર કર્યો છે. જયાંથી દરેક સવાલનો જવાબ આપવામાં આવશે. આ સાથે જ બીએસપીએ નવો ચૂંટણી નારો પણ આપ્યો છે. 'દલિત, બ્રાહ્મણ, યાદવ મુસ્લિમમાં ભાઇચારો, તેમની આગળ બધા હાર્યા.'

આ સાથે જ આ જાણકારી છે કે બીએસપી સુપ્રીમોએ માયાવતીએ ૧૪ માર્ચે બીએસપી કોર કમિટિની બેઠક બોલાવી છે. આ બેઠકમાં બધા ઝોનલ કોડિનેટર અને પ્રભારીઓને બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં ઉમેદવારોની ટિકિટ ફાઇનલ થશે. બેઠક બાદ બીએસપી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

(4:12 pm IST)