Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સરકારની ટ્વિટર સામે લાલ આંખ : વાંધાજનક લખાણો

પર પ્રતિબંધ મુકવા આદેશ : નહિ તો જેલ : દંડ

નવી દિલ્હી તા. ૧૩ : સરકારે ટવીટરને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે જો ટવીટર તેના પ્લેટફોર્મ પરથી વાંધાજનક વસ્તુઓ અને અણગમતા લખણો દુર કરવાની પ્રતિબંધતામાં નિષ્ફળ પુરવાર થશે તો ટવીટરના જવાબદારોને સાત વર્ષની જેલ અને આર્થિક દંડ માટે તૈયાર રહેવું પડશે.

સરકારના આદેશો મુજબ ટવીટરને વાંધાજનક કોમેન્ટ અને લખાણો દુર કરવાની વિનંતી કરવામાં આવી છે જો તેનો અમલ નહીં થાય તો દેશના આઈટી કાયદનો ભંગ ગણીને હવે ટવીટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો સ્પષ્ટ નિર્દેશ કરી દીધો છે.

સરકારી પ્રવકતાએ જણાવ્યું હતું કે, ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ટવીટરને પ્રાથમિક ધોરણે જાળવવામાં આવનાર નિયમોને માહિતી અને અમલવારીની હિમાયત કરી દેવામાં આવી છે. દેશમાં આવનારી ચુંટણીઓને ધ્યાને લઈને કેટલાક ખાસ નિયમોના અમલ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે અને તેનો અમલ શરૂ કરવાનો રહેશે.

(4:11 pm IST)