Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

દિપક કોચરની પ્રોપર્ટીમાં ઉંડી તપાસ કરવા તૈયારી

બેનામી લેવડદેવડ કાયદા હેઠળ તપાસ કરાશે : ટેક્સ સત્તાવાળાઓ દ્વારા તમામ માહિતી એકત્રિત કરાઈ

નવી દિલ્હી, તા. ૧૨ : સનસનાટીપૂર્ણ આઈસીઆઈસીઆઈ બેંક-વિડિયોકોન લોન કેસમાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે ત્યારે દિપક કોચરના ન્યુપાવર રિન્યુએબલમાં કરચોરીને લઇને કોઇ પુરાવા મળી રહ્યા નથી. જો કે, ટેક્સ અધિકારીઓ બેનામી લેવડદેવડ કાયદા હેઠળ તેમની સંપત્તિ પૈકી કેટલીક સંપત્તિમાં તપાસ કરી શકે છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ટેક્સ સત્તાવાળાઓ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ કારોબારી અધિકારી ચંદા કોચરના પતિ દિપક કોચરની આકરી પુછપરછ કરી હતી. ૪૦૫ કરોડ રૂપિયાનું સિંગાપોર સ્થિત કંપની એડીએસએફ દ્વારા મૂડીરોકાણને લઇને આ પુછપરછ કરવામાં આવી હતી. મોરિશિયસની ગૌણ કંપની ડીએચ રિન્યુએબલ હોલ્ડિંગ મારફતે આ રોકાણ કરવામાં આવ્યું હતું.

આમા કેટલીક ગેરરીતિઓ હોવાની આશંકા દેખાઈ રહી છે. સુત્રોએ કહ્યું છે કે, તપાસ રિપોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે વહેંચવામાં આવ્યો છે. ઇડી દ્વારા પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈના ભંગ મામલામાં તપાસ કરી રહી છે. આઈટી વિભાગ દ્વારા ગયા વર્ષે ૧૦મી એપ્રિલના દિવસે દિપક કોચર સામે સમન્સ જારી કર્યું હતું અને એડીએસએફના બે મોરિશિયસ સ્થિત સ્પેશિયલ પરપઝ વ્હીકલને લઇને વિગતોની માંગ કરી હતી. ટેક્સ અધિકારીઓ દ્વારા આ બે કંપનીઓ તરફથી નુ પાવર ફંડના સોર્સ અંગે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. હાઈ પ્રિમિયમને લઇને અનેક પ્રકારની શંકાઓ ઉભી થઇ રહી છે. માહિતીના આધાર પર આઈટી વિભાગે સિંગાપોર અને મોરિશિયસમાં તેમના સમકક્ષોને પત્ર મોકલ્યો છે. આઈટી વિભાગનું કહેવું છે કે, ફંડ ઠાલવવાની આવી મોડેસ ઓપરેન્ડીમાં ગેરરીતિ હોવાની પ્રબળ શંકા રહેલી છે. તપાસમાં નવી વિગતો ખુલી શકે છે.

(12:00 am IST)